પોલીસ એક્શન મોડમાં:મહેસાણામાં ખુલી તલવારો લઈ ફરતા અસામાજિક તત્વો વિરુદ્ધ આખરે પોલીસે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી જેલ હવાલે

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમા આવેલા માનવ આશ્રમ વિસ્તારમાં પાર્લર પર બેઠેલા એક યુવકને અસામાજિક તત્વો પોતાની પાસે રહેલ લાકડી વડે માર માર્યો હતો તેમજ ગાળાગાળી કરી કરી હતી. ત્યારબાદ ફરિયાદી ને મારી નાખવાની ધમકીઓ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

મહેસાણા શહેરમાં રહેતા આશિષ ચૌધરીએ મહેસાણા એ ડિવિઝન માં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા પ્રમાણે જિલ કોમ્પલેક્ષ પાસે પોતાનું અર્બુડા પાન પાર્લર આવેલ છે.ત્યાં 13 માર્ચ રાત્રે પોતાના મિત્રો સાથે બેઠો હતો એ દરમિયાન રાત્રે પોણા અગિયાર વાગ્યા ના અરસામાં એક શખ્સ પોતાની પાસે તલવાર થતા બીજા બે ઈસમ ધોકા લઇ ફરિયાદી ને કહેલ કે અહીંયા કેમ બેઠો છે.એમ કહી ગાળાગાળી કરી હતી.ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરવા જતાં ત્યાં બેસેલા અન્ય યુવકો ભાગી ગયા હતા.તેમજ ફરિયાદી ને મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી હતી. આમ જાહેર માં તલવારો લઇ રોફ જમાવનાર અલ્તાફ રફીક શેખ,મુલ્લા અશરફ ઉર્ફ આશુ નાસીર હુસેન,થતા મુલ્લા મોઇન વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મુખ્ય આરોપી આશુ એ અગાઉ પોલીસ સ્ટેશન જેલમાં વીડિઓ બનાવ્યો
યુવકને ધમકીઓ આપનાર આંસુ નામના યુવકને અગાઉ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં કોઈ ગુન્હામાં લાવામાં આવ્યો હતો જ્યાં તેના સાગરીતોએ જેલમાં રહેલા આરોપીના વિડિઓ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા.તેમજ અન્ય પોલીસ કર્મીઓની સરકરી ગાડીઓ માં પોલીસ કર્મીઓ સાથે વાતો કરતો અને જાહેર માં છરા રાખી ફોટો પડાવેલા વિડિઓ પણ અપલોડ કરવામાં આવ્યા છે જોકે હાલમાં મુખ્ય આરોપીને ઝડપી લઇ પોલીસે અન્ય ફરાર આરોપીને ઝડપવા તજવીજ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...