તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખને બે વર્ષની સાદી કેદ અને રૂ.25 હજાર દંડ

મહેસાણા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉપપ્રમુખ મદનસિંહ રાઠોડે દસેક વર્ષ પહેલાં જાહેર શૌચાલય માટે આવેલો રૂ.39 હજારનો માલસામાન ઘર ભેગો કર્યો હતો

વિજાપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરૂધ્ધ દસેક વર્ષ પહેલાં ધનપુરા (ઘાટુ)ના જાહેર શૌચાલય માટે આવેલા રૂ.39 હજારનો માલસામાન ઘર ભેગો કરવા મામલે ગુનો નોંધાયો હતો. આ મામલે વિજાપુર જ્યુડી.કોર્ટે તાજેતરમાં ચૂકાદો આપતાં ઉપપ્રમુખને દોષિત ઠેરવતાં બે વર્ષની સાદી કેદ અને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે.

વર્ષ 2011 માં ધનપુરા (ઘાટુ)ના તત્કાલીન સરપંચ ધર્મિષ્ઠાબેન પટેલ, તત્કાલીન તલાટી જગદીશભાઇ પટેલ અને મદનસિંહ રાઠોડ વિરૂધ્ધ જાહેર શૌચાલયના રૂ.39 હજારના માલસામાનને ઘર ભેગા કરી સરકારી નાણાંનો દુરઉપયોગ થયાની ફરીયાદ નોંધાઇ હતી. આ મામલે વિજાપુર પ્રિ.સિનિયર સિવિલ જજ અને એડી. જ્યુડી. કોર્ટમાં કેસ ચાલી જતાં જજ જે.જે.ભટ્ટએ ચુકાદો આપતાં 3 આરોપી પૈકી મદનસિંહ અદેસિંહ રાઠોડને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ જો દંડની રકમ ન ભરી શકે તો વધુ 4 માસની સાદી કેદ ભોગવવી પડશે. વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મદનસિંહ ચૂંટાઇ આવતાં તેમને ઉપપ્રમુખ તરીકે પસંદ કરાયા હતા. જેને લઇ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો