તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ધો.10નું પરિણામ અપલોડ કરતા પહેલાં ડીઓ કચેરીમાં ગુણપત્રકોની ચકાસણી

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શિક્ષણાધિકારી કચેરી દ્વારા કેમ્પ યોજીને ચકાસણી કરાઇ

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પછી સરકારે પરિણામ તૈયાર કરવાની જાહેર કરેલ પધ્ધતિ મુજબ ગુણપત્રકો શાળાઓ તૈયાર કરવા લાગી છે.આ દરમ્યાન ધોરણ 9 અને 10 ની કસોટી ઓમાં વિદ્યાર્થીના ગુણાંકનના તૈયાર કરાયેલ ગુણપત્રકોની શિક્ષણાધિકારી કચેરી ટીમ દ્વારા એસ.વી.એસ કક્ષાએ કેમ્પ યોજીને ચકાસણી કરાઇ હતી અને એક-એક નકલ મેળવી હતી.હવે શાળાઓ આ ગુણપત્રક મુજબ પરિણામ તૈયાર કરીને બોર્ડના સુચિત ફોર્મેટમાં ઓનલાઇન અપલોડ કરશે. પાછળથી ગુણ પત્રકમાં ફેરફારને અવકાશ ન રહે તે માટે શાળા પાસેથી તૈયાર ગુણપત્રકની કોપી મેળવી લેવાની હતી.

મહેસાણા જિલ્લામાં ધોરણ 10ની 376 જેટલી શાળાઓમાં 30હજાર જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પછી પરિણામ તૈયાર કરવાની કવાયત ચાલી રહી છે.જેમાં શાળાઓએ ધોરણ 9 અને 10માં વિદ્યાર્થીઓને લીધેલી કસોટીઓનું ગુણપત્રક બનાવેલ હોય, આ ગુણપત્રકોની ચકાસણી કરીને તેની એક નકલ જિલ્લા શિક્ષણાધિકારી રચિત સાત ટીમ મારફતે બે દિવસમા કેમ્પ યોજીને મેળવવામાં આવી છે.જેમાં શાળાઓએ આપેલા ગુણપત્રકમાં સહી-સિક્કા કરી અપાયા અને તેની એક નકલ કચેરીએ મેળવી હતી.

હવે શાળાઓ તે ગુણ મુજબ પરિણામ તૈયાર કરીને બોર્ડના ફોર્મેટમાં વેબસાઇટ ઉપર અપડલો કરશે.શિક્ષણાધિકારી ર્ડા.એ.કે.મોઢે કહ્યુ કે, શાળાઅો પાસે ધો-9 અને 10ની કસોટીઓના ગુણ તૈયાર હતા, આ પરીણામના ગુણપત્રકમાં સહી સિક્કા લઇને કોપી લેવાઇ છે.મોટાભાગની શાળાઓની આ કામગીરી પૂર્ણ કરાઇ છે.હવે શાળાઓ બોર્ડની સુચીત વેબસાઇટમાં અપલોડ કરશે.

અન્ય સમાચારો પણ છે...