ભાસ્કર વિશેષ:મહેસાણામાં શાકભાજીના ભાવ ઊંચકાયા : ડુંગળી પ્રતિ કિલો ના ભાવ રૂ.50,ટામેટા 60,ટીંડોળી 100

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાછોતરા વરસાદમાં બગાડ થતાં શાકભાજીમાં કિલોએ રૂ. 10 થી 40 સુધીનો વધારો

મહેસાણા શહેરમાં છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન તમામ પ્રકારની શાકભાજીના ભાવમાં કિલોદિઠ ભાવમાં રૂ. 10 થી 40 સુધીનો વધારો થતાં ગૃહિણીઓના રસોડા મેનેજમેન્ટ પર અસર વર્તાઇ રહી છે.વેપારી સુત્રોના કહેવા પ્રમાણે શાકભાજી વાવેતરમાં તૈયારીના આરે ત્યાં પાછોતરા વધુ વરસાદના કારણે બગાડ થતાં શાકભાજીના ભાવ જથ્થાબંધથી છૂટક બજાર સુધી ઊંચકાયા છે.શહેરમાં ટામેટા રૂ. 30માં કિલો મળતા હતા,જે ભાવ ડબલ થઇને રૂ.60 ભાવ થયો છે.ડુંગળી રૂ. 30નો ભાવ હતો તે વધીને રૂ. 50 થયા છે.ગવાર રૂ. 80 ભાવ હતો તે વધીને રૂ. 100 થી 120ની સપાટીએ ભાવ પહોચ્યો છે.

એક અઠવાડીયામાં જ ભાવ રૂ. 10 થી 40 સુધી વધી જતાં ગૃહિણીઓ ચિતામાં મૂકાઇ છે. હોલસેલ શાકમાર્કેટના વેપારી યાસીફભાઇએ કહ્યુ કે, શરુઆતમાં જરૂરીયાત વખતે વરસાદ ન આવ્યો અને ખેડૂતોને વાવેતર કર્યા પછી પાક તૈયાર થવા આવ્યો ત્યાં વધુ વરસાદથી પાક બગાડમાં શાકભાજીનો માલ પુરતો મળ્યો નહી અને તેની અસર ભાવમાં વર્તાઇ રહી છે.

ટામેટા સાંબરકાઠા, કડી પંથકથી મહેસાણાના માર્કેટમાં આવે છે.જે છૂટકમાં ટામેટાના ભાવ રૂ. 30 થી વધીને રૂ. 60 થયા છે.વેપારી સાજીદભાઇ મેમેણે કહ્યુ કે, રિ઼ગણ,રવૈયા, ભટ્ટા એક મહીના પહેલા હોલસેલમાં રૂ. બે થી પાંચમાં મળતા, જે આજે હોસેલ માર્કેટમાં રૂ. 30 થી 50ના ભાવે મળી રહ્યા છે,એટલે સ્વાભાવિકરીતે છૂટકમાં ભાવ વધુ રહે.

શાકભાજી અગાઉ હાલ
બટાકા 15 20
ડુંગળી 30 50
ટામેટા 30 60
મરચા 20 40
કાકડી 40 80
કારેલા 20 40
ફુલાવર 30 80
કોથમી 80 180
ચોળી 60 100-120
ગવાર 80 100-120
ટીડોળી 80 100-120
પરવર 80 100
ભીંડા 70 80
તુરીયુ 70 80
રીંગળ 40 100

અન્ય સમાચારો પણ છે...