ચોરીના LIVE CCTV:વીરતા કંથરાવી રોડ પર વેરાઈ માતાના મંદિરના તાળા તૂટ્યા, તસ્કરો ચાંદીના છત્તર અને દાન પેટી લઇ ફરાર

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકામાં આવેલા વીરતા ગામ નજીક વેરાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી.રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો મંદિરના તાળા તોડી માતાજીના ચાંદીના સતર અને દાન પેટીમાં મુકેલા રૂપિયા ચોરી તસ્કરો રફુચક્કર થઈ ગયા.ઘટના પગલે તાલુકા પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણા તાલુકામાં આવેલા વીરતા કંથરાવી રોડ પર આવેલ વેરાઈ માતાજીના મંદિરમા મધરાતે અજાણ્યા બે તસ્કરો મંદિરમા ચોરી કરવા ઘસી આવ્યા હતા.જ્યાં મંદિરના મુખ્ય દરવાજા ના તાળા તોડી અંદર પ્રવેશ કરી મંદિરના લગાવેલ મોટું ચાંદીનું સતર આશરે 750 ગ્રામ તેમજ બે નાના ચાંદીના 150 ગ્રામના સતર મળી કુલ 54,000 થતા મંદિરમાં મુકેલ દાન પેટી માંથી રોકડા 10,000 મળી કુલ 64,000 ના મત્તાની ચોરી કરી અજાણ્યા બે તસ્કરો ફરાર થઇ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં પાગેલા cctv કેમેરામાં કેદ થઈ હતી જેમાં મંદિરના પ્રમુખ મનોજ કુમાર પટેલે મહેસાણા તાલુકા પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...