ગ્રામજનોને હાલાકી:ઊંઝામાં પંચાયતોના વી.સી.ઈ. હડતાલ પર ઉતરતા પ્રજાને હાલાકી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા તાલુકાના ગ્રામ પંચાયતોના વી.સી.ઈ પોતાની પડતર માંગણીઓને લઈ ને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. તાલુકામાં હાલ બત્રીસ જેટલા વી.સી.ઈ ફરજ બજાવે છે.જે પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા હડતાલ ઉપર ઉતર્યા છે. 7/12,8અ ના ઉતારા, આવકના દાખલા, રેશનકાર્ડની કામગીરી, લાઈટ બીલ, આયુષ્માન કાર્ડ, ઇ શ્રમ, ડ્રાઇવિંગ લાયસન્સ, વિધવા સહાયની કામગીરી, વારસાઈની નોંધ, જન્મ-મરણની નોંધણી, રાજ્ય અને કેન્દ્ર સરકારની ડેટા એન્ટ્રી જેવા કાર્યો ગ્રામ પંચાયતમાં વી.સી.ઈ દ્વારા કરવામાં આવે છે.

હડતાલ ઉપર ઉતરતા તાલુકાના ગ્રામજનોને હાલાકી
ઊંઝા તાલુકા વી.સી.ઈ મંડળે આજે તાલુકા પંચાયતમાં એકઠા થઈ તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપ્યું અને ઊંઝા તાલુકા વી.સી.ઈ મંડળના પ્રમુખ અશ્વિનજી ઠાકોરે જણાવ્યું કે જ્યાં સુધી પડતર માંગણીઓ નઈ સંતોષાય ત્યાં સુધી વી.સી.ઈ મંડળની હડતાલ યથાવત રહેશે જેની માઠી અસર સામાન્ય પ્રજાને પડશે. વી.સી.ઈ મંડળની પડતર માંગણીઓને ન્યાય મળે તેવી સરકાર પાસે ઊંઝા તાલુકાના તમામ વી.સી.ઈને આશા છે.

અન્ય સમાચારો પણ છે...