તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખખડધજ:મહેસાણા-વિજાપુર હાઇવે પર વસઇ ફાટકે માર્ગ ધોવાયો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા-વિજાપુર હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો વસઇ ગામ નજીક રેલવે ફાટક પરથી પસાર થતાં સાવધાન રહે. જૂન મહિનાના પ્રથમ વરસાદમાં જ ફાટક પરનો રોડ ધોવાયો હતો. છેલ્લા બે મહિનાથી ધોવાયેલા રોડનું મરામત ન કરાતાં હાલમાં રોડની હાલત ખરાબ થઇ ગઇ છે.દોઢથી બે ફૂટ ઊંડા ખાડામાં વાહનો ધડાકાભેર પછડાય છે.બે દિવસ અગાઉ બાઇક સવારને ગંભીર અકસ્માત નડ્યો હતો.અકસ્માત બાદ તંત્રએ ખખડધજ રોડના મરામત કરવાની જગ્યાએ ફાટકની બંને બાજુ રેડિયમની પટ્ટી વીંટેલા લાકડાના ડંડા ઉભા કરી સંતોષ માન્યો છે.

અન્ય સમાચારો પણ છે...