નવતર પ્રયાસ:ગ્રામ્યકક્ષાએ આવેલી વિવિધ દૂધ મંડળીઓએ ડેરીમાં દૂધ ભરાયા બાદ અપાતી રસીદ પર મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા મહેસાણા જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલના નેતૃત્વમાં ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.મતદાન જાગૃતિ સંદેશ વધારેમાં વધારે ફેલાઈ તે માટે ચૂંટણીપંચ દ્વારા અવનવા કાર્યક્રમનો અવસર ચાલી રહ્યો છે.

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની તો અહીં લોકો ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરી આર્થિક ઉપાર્જન મેળવે છે. તેના જ કારણે ગામડાંના 90 ટકા લોકો માટે પશુપાલન જીવાદોરી સમાન છે. લોકશાહીના આ મહાપર્વમાં મહેસાણા જિલ્લાની ગ્રામ્યકક્ષાએ આવેલી નાની -મોટી વિવિધ દુધ મંડળીઓએ લોકજાગૃતિ લાવવા અનોખી પહેલ કરી છે.

આ પહેલ અંતર્ગત દુધ ભરવાના કાર્ડ તેમજ દુધ ભર્યો બાદ સંસ્થા અથવા મંડળી તરફથી મળતી રસિદ પર મતદારોને નૈતિક મતદાન માટે પ્રેરિત કરતા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશા પ્રિન્ટ કરવામાં આવ્યા છે. જેમાં 05 ડિસેમ્બરના રોજ અવશ્ય મતદાન કરીએના સંદેશ સાથે નાનામાં નાનો વ્યકિત પણ પોતાનો અધિકાર અને પવિત્ર ફરજ નિભાવવા મતદાન કરે તે હેતુથી દુધ ભર્યા બાદ મળતી રસિદ પર નૈતિક મતદાનની પ્રેરણા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશા સાથે વિવિધ સંદેશાઓની પ્રિન્ટ કરાઈ છે. આમ રોજગારીના અભિન્ન અંગ સાથે મતદાર જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...