DDOનો આદેશ:ઉચાપત મામલે વલાસણાના સરપંચને સસ્પેન્ડ કર્યા, રૂ. 2.77 લાખની નાણાકીય ગેરરીતિમાં દોષિત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પટાવાળાને સિમેન્ટના વેપારી બતાવી ચેકથી ચૂકવણું કરાયાનું ખૂલતાં

વડનગર તાલુકાના વલાસણા ગામના સરપંચ પ્રવિણસિંહ રાઠોડ દ્વારા વર્ષ 2018માં ગામમાં કરેલા વિકાસ કામોના ચૂકવણામાં ઉચાપત કરી હોવાની રજૂઆતના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયેલી તપાસ અને સુનાવણીમાં સરપંચ દોષિત સાબિત થયા હતા. રૂ.2.77 લાખની ઉચાપત મામલે ડીડીઓએ સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો છે.

વલાસણા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ દ્વારા વર્ષ 2018માં પંચાયતના પટાવાળા રાઠોડ ભવાનસિંહને સિમેન્ટના વેપારી બતાવી રૂ. 55,800નો ચેક આપ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેવર બ્લોકના કામમાં રૂ.2.12 લાખની ઉચાપત તેમજ ગામના બોર ઓપરેટર અદાજી ઠાકોરને ઝેરોક્ષના નામે રૂ.9700ના બે ચેક આપી કુલ રૂ.2,77,500ની ઉચાપત જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ દ્વારા હાથ ધરાયેલી સુનાવણીમાં સાબિત થતાં સરપંચ પ્રવિણસિંહ રાઠોડને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...