તાતા-રીરી મહોત્સવ સંપન્ન:વડનગર સંગીતના રંગે રગાયું, તાના-રીરી મહોત્સવમાં બાંસુરી સીતારની જુગલબંધીએ સંગીત રસિયાઓને જુમાવ્યાં

મહેસાણા20 દિવસ પહેલા
  • સમાપન કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કલાકારોનું પુસ્તક, મોમેન્ટો, પુષ્યગુચ્છથી સ્વાગત કરાયું
  • ગુજરાતનાં પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો

મહેસાણાના વડનગર ખાતે તાના-રીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમના સમાપન સંભારભમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તાના-રીરી મહોત્સવ સમાપન કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કલાકારોનું પુસ્તક, મોમેન્ટો, પુષ્યગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં દ્વી દિવસીય આયોજન

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં દ્વી દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેના સમાપન સમારંભમાં નીરજ પરીખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવ ગાન, પદ્મભૂષણ પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, રાકેશ ચૌરસીયા મુંબઇ દ્વારા બાસુરી અને સિતાર જુગલબંધીની પ્રસ્તુતિ કરાઈ હતી.

આ ઉપરાંત ધારાબેન શુક્લ અને શિતલબેન બારોટ દ્વારા શિવસ્તુતિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નુપુર કલા કેન્દ્રની વિદ્યાર્થિનીઓ દ્વારા ભરતનાટ્યમ શૈલીમાં શિવ સ્તુતિ રજૂ કરવામાં આવી હતી. પ્રાચીન સમયમાં દ્વારકા, મોઢેરા અને વડનગર એમ ત્રણ નગરીઓ મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી. વડનગરની સ્થાપના થયા પછી આ નગરી સંગીત, કલા, ગાયન, વાદન અને નૃત્યના પ્રસાર-પ્રચાર માટે સુવિખ્યાત બની છે.

ગુજરાતનાં પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડઆંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાના-રીરી મહોત્સવમાં ગુજરાતનાં પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. તાના-રીરી સમાધિ સ્થળ ખાતે 5 મિનિટ સુધી 112 ભૂંગળ વાદકોએ સમુહમાં વાદન કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. લોકવાદ્યના કલાકારોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલાના 112 તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો, એક સાથે 5 મિનિટ સુધી ભૂંગળ વગાડી તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

હજારો લોકોએ ઉત્સાહભેર લાભ લીધોઉલ્લેખનીય છે કે, તાના-રીરી વિરાંગના કલાધારિણી બેહનોને સુરાંજલિ અર્પવા માટે વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.હજારો દર્શકો આ મહોત્સવનો છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી લાભ લઇ રહ્યા છે.

તાના-રીરી મહોત્સવના સમાપન સમારોહમાં સામાજિક અગ્રણી સોમા મોદી, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, ધારાસભ્ય ડૉ આશાબેન પટેલ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશ્નર પી. આર. જોષી, જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટર આઈ.આર વાળા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં કલા રસીકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...