તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણના 6 મહિના:જિલ્લામાં 36 ટકા યુવાનો અને 31 ટકા વૃદ્ધોનું રસીકરણ, 54 હજાર લોકોને બુસ્ટર ડોઝ બાકી

મહેસાણાએક મહિનો પહેલાલેખક: હર્ષદ પટેલ
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતમાં રસીકરણ 36.20 લાખે પહોંચ્યું
  • 27.74 લાખ લોકોએ પ્રથમ અને 8.45 લાખ લોકોએ બંને ડોઝ લીધા
  • મહેસાણા જિલ્લામાં 9.72 લાખ લોકોએ કોરોના રસી લીધી
  • જિલ્લામાં 5.04 લાખ પુરુષ અને 4.67 લાખ મહિલાઓએ રસી મૂકાવી

રાજ્યમાં 16 જાન્યુઆરીથી રસીકરણ હાથ ધરાયાના 6 મહિનામાં મહેસાણા જિલ્લામાં કુલ રસીકરણનો આંકડો 10 લાખ નજીક એટલે કે 9.72 લાખે પહોંચી ગયો છે. જેમાં 7.55 લાખ લોકોએ પ્રથમ ડોઝ અને 2.16 લાખ લોકોએ બંને ડોઝ લીધા છે. કુલ રસીકરણમાં સૌથી વધુ યુવાનોમાં થયું છે. 18 થી 44ની વયના 3,51,912 (36.20 ટકા) લોકોએ રસી લીધી છે. તો 45 થી 60ની વયના 3,16,916 (32.60 ટકા) તેમજ 60થી વધુ વયના 3,03,236 (31.20 ટકા) લોકોએ રસી મૂકાવી છે. કુલ રસીકરણમાં 5,04,719 પુરુષો અને 4,67,234 મહિલાઓનો સમાવેશ થાય છે.

16 જાન્યુઆરીથી 9 એપ્રિલ સુધીના 3 મહિના (12 અઠવાડિયા)માં જિલ્લામાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 2,71,373 છે. આ તમામને બીજો ડોઝ લેવાની મુદત થઇ ગઇ છે. આમ છતાં હજુ સુધી 2,16,470 લોકોએ જ બીજો ડોઝ લીધો છે. એટલે કે, હજુ 54,903 લોકોને બુસ્ટર ડોઝ બાકી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ બુસ્ટર ડોઝ 10 એપ્રિલથી 7 મેના સપ્તાહમાં 85,209 અને 5 જૂનથી 2 જુલાઇના સપ્તાહમાં 54,724 લોકોએ લીધો હતો.

પ્રથમ ડોઝમાં સૌથી વધુ 90,563નું રસીકરણ તા.19 થી 25 જૂનમાં થયું
રસીકરણના 24 સપ્તાહમાં સૌથી વધુ રસીકરણ 19 થી 25 જૂનમાં 1,08,519નું થયું છે. જ્યારે સૌથી ઓછું પ્રથમ સપ્તાહમાં 16 થી 22 જાન્યુઆરીમાં 1525નું થયું હતું. પ્રથમ ડોઝમાં સૌથી વધુ 90,563નું રસીકરણ 19 થી 25 જૂનમાં અને ઓછું 1525નું 16 થી 22 જાન્યુઆરીમાં થયું હતું. એ જ પ્રમાણે, બીજો ડોઝ લેનારની સૌથી વધુ સંખ્યા 25,447ની 24 થી 30 એપ્રિલમાં નોંધાઇ છે.

કુલ વસતીના 42.26 ટકા રસીકરણ થયું
પોપ્યુલેશન પ્રોજેક્શન રિપોર્ટના અંદાજ મુજબ જિલ્લાની 23 લાખની વસતીની દ્રષ્ટીએ રસીકરણની સ્થિતિ જોઇએ તો કુલ વસતીના 42.26 ટકા રસીકરણ થયું છે. જેમાં 32.85 ટકાએ પ્રથમ અને 9.41 ટકાએ બંને ડોઝ મૂકાવી લીધા છે. જ્યારે અત્યાર સુધી થયેલા 9.72 લાખના રસીકરણમાં 77.73 ટકાએ પ્રથમ અને 22.27 ટકાએ બંને ડોઝ લઇ લીધા છે.

રસીકરણના 6 મહિના (24 અઠવાડિયા)

માસસમયગાળોપ્રથમ ડોઝબીજોકુલ
116 જાન્યુ.-12 ફેબ્રુ.22,154022,154
213 ફેબ્રુ.થી 12 માર્ચ40,85615,66056,516
313 માર્ચથી 9 એપ્રિલ2,08,36322,4272,30,790
410 એપ્રિલથી 7 મે87,08085,2091,72,289
58 મેથી 4 જૂન1,24,74332,5581,57,301
65 જૂનથી 2 જુલાઇ2,35,71554,7242,90,439

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...