તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vaccination Of 2.94 Lakh People In North Gujarat In Last 15 Days In Which 73.23 Per Cent Youth And 6.39 Per Cent Old People Were Vaccinated.

વેક્સિનેશન:ઉત્તર ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 2.94 લાખ લોકોનું વેક્સિનેશન જેમાં 73.23 ટકા યુવાનો અને 6.39 ટકા વૃદ્ધોને રસી અપાઇ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 28.65 ટકા રસીકરણ, જેમાં 24 ટકાએ પ્રથમ અને 7 ટકાએ બંને ડોઝ લીધા
  • કોરોના વેક્સિનેશનના 147 દિવસમાં ગુજરાતમાં 24.94 કરોડ અને ઉ.ગુ.માં 28.65 ટકા લોકોએ રસી લીધી

16મી જાન્યુઆરીથી હાથ ધરાયેલા રસીકરણના 147 દિવસમાં રાજ્યમાં 24.94 કરોડ અને ઉત્તર ગુજરાતમાં 28.65 લાખ લોકોને રસી અપાઇ ચૂકી છે. જેમાં 21,91,856 (21.91 ટકા) લોકોએ પ્રથમ ડોઝ અને 6,73,607 (6.73 ટકા) લોકોએ બંને ડોઝ લીધા છે. વસતીના પ્રમાણમાં થયેલ રસીકરણ મુજબ, અનુક્રમે અરવલ્લી જિલ્લામાં સાૈથી વધુ 35.52 ટકા, મહેસાણામાં 31.94 ટકા, સાબરકાંઠા માં 29.61 ટકા, બનાસકાંઠામાં 26.19 ટકા અને પાટણમાં 23.28 ટકા રસીકરણ થયું છે.

ખાસ બાબત એ છે કે, સરકાર દ્વારા છેલ્લા બે સપ્તાહથી યુવાનોના રસીકરણ પર વધુ ભાર મુકાતાં ઉ. ગુ.માં 29 મેથી 12 જૂન સુધી કુલ 2,94,172 લોકોને રસી અપાઇ છે. જેમાં 73.23 ટકા યુવાનો છે. એટલે કે 2,15,424 લોકો 18 થી 44ની વયના છે. જ્યારે 6.39 ટકા વૃદ્ધોને રસી અપાઇ છે. એટલે કે 60થી વધુ વયના 18,795 લોકોએ એક કે બીજો ડોઝ લીધો છે. 45 થી 60ની વયના 59,953 (20.38 ટકા) લોકોએ રસી લીધી છે.

છેલ્લા 15 દિવસના આંકડા પ્રમાણે 18 થી 44માં 2,15,424નું રસીકરણ થયું છે. જેમાં સૌથી મહેસાણા જિલ્લામાં 77,078, ત્યાર બાદ પાટણમાં 40,880, બનાસકાંઠામાં 35,975, સાબરકાંઠામાં 35,780 અને અરવલ્લીમાં 25,771 લોકોએ રસી લીધી છે. એ જ પ્રમાણે, 45 થી 60ની વયમાં 59,953 લોકોએ રસી લીધી છે. જેમાં સૌથી વધુ મહેસાણામાં 20,407, ત્યાર બાદ સાબરકાંઠામાં 14,862, પાટણમાં 11,041, બનાસકાંઠામાં 9,444 અને અરવલ્લીમાં 4144 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે 60થી વધુ વયના લોકોમાં કુલ 18,795નું રસીકરણ થયું છે. જેમાં મહેસાણામાં 5676, સાબરકાંઠામાં 4127, પાટણમાં 3796, બનાસકાંઠામાં 3306 અને અરવલ્લીમાં 1890 લોકોનો સમાવેશ થાય છે.

બીજા ડોઝમાં રસીકરણ ઓછું થવાનું કારણ
આરોગ્ય વિભાગનું માનીએ તો, છેલ્લા પખવાડિયા દરમિયાન સરકાર દ્વારા બીજા ડોઝનો સમયગાળો 48 દિવસથી વધારીને 84 દિવસનો કરી દેવામાં આવ્યો છે. પરિણામે, પ્રથમ ડોઝ લીધો હોય તેમને બે મહિના થવા છતાં હાલમાં રસી નથી મળી રહી. તો સામે ફાળવેલા બીજા ડોઝ પડી રહે છે.

ઉત્તર ગુજરાતમાં રસીકરણ
જિલ્લોવસતીપહેલો ડોઝટકાબીજો ડોઝટકાકુલ રસીકરણટકા
મહેસાણા23 લાખ5,71,71824.851,62,9107.087,34,62831.94
પાટણ15 લાખ2,67,65317.8481,5675.433,49,22023.28
બનાસકાંઠા35 લાખ7,23,26020.661,93,7155.539,16,97526.18
સાબરકાંઠા16 લાખ3,53,12722.071,20,7467.544,73,87329.61
અરવલ્લી11 લાખ2,76,09825.091,14,66910.423,90,76735.52
કુલ1 કરોડ21,91,85621.916,73,6076.7328,65,46328.65

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...