તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:મહેસાણામાં 15 સ્થળોએ રસીકરણને મળી રહ્યો છે વેગ, વહેલી સવારથી બુથ પર યુવાનોની લાઇનો લાગી

મહેસાણા13 દિવસ પહેલા
  • કોરોના રસી માટે લોકોનો ભારે ઘસારો અને ઉત્સાહ જોવા મળ્યો
  • જિલ્લામાં કુલ 15 જગ્યાએ ત્રણ હજાર યુવોએ રજિસ્ટ્રેશન કરવી રસી મુકાવવાની શરૂઆત કરી

મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર વચ્ચે રાજ્ય સરકારે આજે ગુજરાત સ્થાપના દિવસે જિલ્લાના 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી માટે તક પ્રદાન કરતા આજે જિલ્લામાં કુલ 15 જગ્યાએ ત્રણ હજાર લાભાર્થીઓએ રસી માટે રજિસ્ટ્રેશન કરાવી રસી મુકાવી છે.

સરકાર દ્વારા ભારતમાં કોરોના રસીકરણ મામલે વિશ્વનું સૌથી ઝડપી રસીકરણ અભિયાયન હાથ ધરવામાં આવ્યું છે. દેશના મોટાભાગના 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો રસીના બે ડોઝ લઈ કોરોનાથી સુરક્ષિત બન્યા છે. ત્યાંરે હવે 18 વર્ષથી ઉપરના લોકોને રસી લેવાની તક મળતા જિલ્લાના તમામ 15 રસીકરણ કેન્દ્રો પર પહેલેથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થતા પ્રત્યેક કેન્દ્ર પર અંદાજીત 200ની સંખ્યામાં લાભાર્થી યુવાઓને રસી આપવાની શરુઆત કરવામાં આવી છે.

આ અંગે ડો.રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ વેક્સિનેસન માટે યુવાનોએ ઓનલાઇન સજિસ્ટ્રેશન કર્યું હતું. આજે એક રસીકરણ સેન્ટર પર અંદાજીત 200 લોકોને વેક્સિન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો