તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:મહેસાણા જિલ્લામાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી વેક્સિનેશનનું પ્રમાણ વધારાયું

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા તાલુકામાં શનિવારે 1880 લોકોએ રસીકરણનો લાભ લીધો
 • પ્રથમ ડોઝમાં 29 હજાર 418 તેમજ બીજા ડોઝમાં 21 હજાર 537 નાગરિકોએ રસી મુકાવી

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા રસીકરણની કામ ગીરીમાં પણ વધારો કરાયો છે. જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર હાલમાં રસીકરણનો લાભ નાગરિકો લઇ રહ્યા છે. નાગરિકો રસી મુકાવી અન્યને પણ રસી લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ગઈકાલે જિલ્લામાં કુલ આઠ હજાર 62 નાગરિકોએ રસીકરણનો લાભ લીધો હતો. જેમાં મહેસાણા તાલુકામાં સૌથી વધુ રસીકરણ કરવામાં આવ્યું હતું. મહેસાણા તાલુકામાં શનિવારે 1880 લોકોએ રસીકરણનો લાભ લીધો હતો. તેમજ બેચરાજીમાં 554, જોટાણામાં 191, કડીમાં 1076, ખેરાલુમાં 500, સતલાસણામાં 510, ઊંઝામાં 439, વડનગરમાં 639, વિજાપુરમાં 1785 અને વિસનગરમાં 488 નાગરિકોએ રસીકરણની લાભ લીધો હતો.

પ્રથમ ડોઝમાં 29 હજાર 418 તેમજ બીજા ડોઝમાં 21 હજાર 537 નાગરિકોએ રસી મુકાવી હતી. તેમજ 60 વર્ષથી વધુ અને 45થી 60 વર્ષ સુધીના બીમારી વાળા એક લાખ 33 હજાર 195 નાગરિકોએ રસીકરણનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો