રસીકરણ મહાઅભિયાન:મહેસાણા જિલ્લામાં આજે રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમ યોજાશે, પ્રિકોશન ડોઝ અપાશે; 1.16 લાખનો લક્ષાંક

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણથી સુરક્ષિત કરવાસી હર ઘર દાસ્તકની કામગીરી કરવામાં આવશે
  • ફ્ન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે રસીકરણ
  • ​​​​​​​750 કર્મચારીઓ 334 રસીકરણ બુથ અને 31 મોબાઇલ વાન મારફતે વેક્સિનેશન કામગીરીમાં જોડાશે
  • ​​​​​​​જિલ્લામાં 10%ને પ્રથમ,18%ને બીજો ડોઝ બાકી
  • મહેસાણા જિલ્લામાં આજે રસીકરણ મહાઅભિયાન
  • ​​​​​​​ગરમીમાં ઉંમરલાયક લોકોને ઘરે જઇ વેક્સિન અપાશે

મહેસાણા જિલ્લામાં રવિવાર 22 મેના રોજ રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમ યોજાવામાં આવનાર છે. જેમાં પ્રથમ ડોઝ, બીજો ડોઝ સહિત હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે સરકાર દ્વારા બે ડોઝ ઉપરાંત પ્રિકોશન ડોઝની કામગીરી રવિવારના રોજ કરવામાં આવશે.

જે કાર્યક્રમ અતર્ગત આરોગ્ય કેન્દ્ર સહિત ડોર ટુ ડોર (હર ઘર દસ્તક) રસીકરણ આપવાનું આયોજન જિલ્લા કલકટર ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના માર્ગદર્શનની આયોજન કરાયું છે. મહેસાણા જિલ્લામાં જાન્યુઆરી 2021થી શરૂ થયેલ રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની કામગીરીમાં સફળતા મેળવી છે.

22 મે રવિવારના રોજ મહારસીકરણ અભિયાનમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ માટે 31 મોબાઇલવાન અને 334 રસીકરણ બુથોની આગોતરી વ્યવસ્થા કરી છે.15થી 17 વર્ષ, 12થી 14 વર્ષના લાભાર્થીઓને બીજો ડોઝ અને 60થી વધુ તેમજ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રિકોશન ડોઝ મળી 1,16,602 લાભાર્થીઓને રસીકરણથી સુરક્ષિત કરવાનું રવિવારે મેગા કેમ્પનું આયોજન કર્યું છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલે જણાવ્યું હતું કે, સરકારની સુચના મુજબ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત હાલમાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે સરકાર દ્રારા બે ડોઝ ઉપરાંત પ્રિકોશન ડોઝની કામગીરી અમલમાં છે. જેના લાયક લાભાર્થીઓ પૈકી બાકી લાભાર્થીઓ તથા 12 થી 17 વર્ષના લાયક લાભાર્થીઓ પૈકી બીજા ડોઝ માટે બાકી લાભાર્થીઓને વહેલી તકે વેકસીનથી રક્ષીત કરવાં જરૂરી છે.મહેસાણા જિલ્લામાં તા 22 મેં 2022 ને રવિવારના રોજ મેગા કેમ્પનું આયોજન કરેલ છે. જેનો લાભ લેવાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડો વિષ્ણું પટેલે અપીલ કરી છે.

હર ઘર દસ્તક-વયસ્કોને ઘરે જઇ વેક્સિન અપાશે
જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. વિષ્ણુભાઇ પટેલે કહ્યું કે, ઉનાળાની ગરમીના દિવસો છે ત્યારે રવિવારે મહત્તમ સવારે અને સાંજે વેક્સિનેશનમાં વધુ લોકોને બુથમાં આવરી લેવાનું આયોજન છે. જેમાં 60થી વધુ વયના સિનિયર સિટીઝનોને હર ઘર દસ્તક હેઠળ આરોગ્ય કર્મી ઘરે જઇ પ્રિકોશન ડોઝ આપશે. મોબાઇલ વાન મારફતે ઇંટવાડા, બાંધકામ સાઇટો, ઓફિસો, વાડીઓ, ખેતર સીમમાં બાકી રહેતા લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે.

જિલ્લામાં અત્યાર સુધી થયેલું રસીકરણ (ટકામાં)

12 થી 14 વર્ષ15 થી 18 વર્ષ18 થી 59 વર્ષ60+અન્ય
તાલુકોપ્રથમબીજોપ્રથમબીજોપ્રથમબીજોપ્રિકોશન
બહુચરાજી74.729.5110.963.4101.384.833.6
જોટાણા65.352.7118.179.899.69647.4
કડી75.559.6106.589.79299.457.5
ખેરાલુ58.448.910786.399.297.362.1
મહેસાણા72.364.6103.274.988.610061.9
સતલાસણા59.356.288.285.5103.493.246.2
ઊંઝા60.278.1108.984.291.890.970.8
વડનગર70.675.493.98196.29463
વિજાપુર77.989.7119.194.896.699.162
વિસનગર67.784.6112.181.892.896.464.1
કુલ70.367.3106.482.993.796.860.6

અન્ય સમાચારો પણ છે...