તાકિદ:મહેસાણા શહેરમાં સિટીબસનું લોકેશન લાઇવ જોઈ શકાય તેવી એપ્લીકેશન બનાવવા તાકીદ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્ડરની શરત મુજબ બસના કિલોમીટર રીડીંગ લેવા ડેટા પૃથ્થકરણ સોફ્ટવેર તૈયાર કરવા પણ એજન્સીને સુચવાયુ

મહેસાણા શહેરમાં સિટીબસ સર્વિસ શરૂ કરવા ગુરૂકૃપા ટ્રાવેલ્સ એજન્સીને સુચારૂ સંચાલન અને ડેટા પૃથ્થકરણ માટે મોબાઇલ એપ્લીકેશન અને સોફ્ટવેર ટેન્ડરની શરત મુજબ વર્કઓર્ડર આપ્યાના 30 દિવસમાં તૈયારી કરી અમલમાં મૂકવા સુચવાયુ હોવા છતાં હજુ સુધી અમલવારી ન થતાં બસના લાઇવ લોકેશન એપ્લીકેશનમાં જોઇ શકાતા નથી તેમજ સોફ્ટવેર ના હોવાના કારણે બસના કિલોમીટર રીડીંગ લઇ શકાતા નથી,જેને પગલે નગરપાલિકાએ આગામી 7 દિવસમાં આ વ્યવસ્થા અમલમાં મૂકવા એજન્સીને લેખિતમાં તાકિદ કરાઇ છે.

નગરપાલિકાના સુત્રોએ કહ્યુ કે,ગુરૂકૃપા ટ્રાવેલ્સ એજન્સીને ગત 23 જુલાઇથી મહેસાણા શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત સિટીબસ સર્વિસ શરૂ કરવા અપાતાં ગત 5 સપ્ટેમ્બરથી શહેરમાં સિટીબસ સર્વિસ શરૂ કરાઇ છે.જોકે ટેન્ડરની શરત મુજબ સિટી બસ સેવાના સુચારૂ સંચાલન અને ડેટા પૃથ્થકરણ માટે મોબાઇલ એપ્લીકેશન અને કોમ્પ્યુટર સોફ્ટવેર વર્કઓર્ડર મળ્યેથી 30 દિવસમાં બનાવવાનું થાય છે.જેમાં એજન્સી દ્વારા માત્ર મોબાઇલ એપ્લીકેશન બનાવાઇ છે એ પણ બસના લાઇવ લોકેશન જોઇ શકાતા ન હોઇ અધૂરી એપ્લીકેશન છે.

આ ઉપરાંત ડેટા પૃથ્થકરણ સોફ્ટવેરના આધારે એજન્સી દ્વારા મુકવામાં આવેલ બસના કિલોમીટર રીડીંગ લેવાના થાય છે.જે સોફ્ટવેર ના હોવાના કારણે લઇ શકાતા નથી.જેથી સાત દિવસમાં ડેટા પૃથ્થકરણ માટે મોબાઇલ એપ્લીકેશન અને સોફ્ટવેર બનાવી પાલિકા સિટીબસ ઇન્ચાર્જને સુપરત કરવા સુચવાયુ છે.જ્યારે કિલોમીટરપત્રકમાં પાલિકા સુચિત રૂટના જ કિલોમીટર લખવા સુચવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...