તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ભરણપોષણ નોટિસ મળતાં પતિએ પત્નીને તલવાર મારી

મહેસાણા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેરાલુ તાલુકાના મહેકુબપુરા ગામની ઘટના
 • માથામાં ગંભીર ઇજા, પતિ અને દિયર સામે ફરિયાદ

ખેરાલુ તાલુકાના મહેકુબપુરા ગામની મહિલા પતિની રોજિંદી મારઝુડથી છુટવા ત્રણેક વર્ષ પહેલાં માતા-પિતાના ઘરે આવી હતી અને ભરણપોષણ મામલે પતિને ત્રણેક નોટિસો મોકલતાં ઉશ્કેરાયેલા પતિએ માથામાં તલવારનો ઘા મારતાં પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી.

3 વર્ષ અગાઉ પતિના ત્રાસથી કંટાળીને રીયાનાબેન હુસેનખાન શેખ મહેકુબપુરા ગામમાં માતા-પિતાના ઘરે રહેતાં હતાં. આ દરમિયાન તેમણે પતિ હુસેનખાન અલીખાન શેખને ભરણપોષણ માટે ત્રણેક નોટિસ મોકલી હતી. આ મામલે ઉશ્કેરાયેલા હુસેનખાન ગુરુવારે સાંજના 5.30 વાગે તલવાર અને દિયર દાનીશખાન શેખ ધોકો લઇ રીયાનાબેનને મારવા આવ્યા હતા. આ દરમિયાન ખેતરમાં પરિવાર સાથે કામ કરી રહેલાં રીયાનાબેનના માથામાં હુસેનખાને તલવાર મારી હતી, જ્યારે દાનીશખાને ધોકા વડે માર મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ખેતરની વાડ સળગાવી નાસી છુટ્યા હતા. આ મામલે ખેરાલુ પોલીસ મથકમાં મહિલાએ પતિ અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો