હવામાન:14 જૂને સાબરકાંઠા-અરવલ્લીમાં ત્રણ ઇંચ સુધી વરસાદની આગાહી

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ રચાતાં મહેસાણામાં ઝાપટાં પડી શકે

ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ગરમી અડધો ડિગ્રી સુધી વધતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 38.5 થી 39.3 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. પ્રતિ કલાકે સરેરાશ 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે બપોરના સમયે દેહ દઝાડતી ગરમી અનુભવાઇ હતી. તેમજ અસહ્ય બફારાનો કહેર યથાવત રહ્યો હતો. જોકે, મોડી સાંજ બાદ વાતાવરણમાં સામાન્ય ઠંડક પ્રસરતાં લોકોએ થોડી રાહત અનુભવી હતી.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી અેટલે કે, ગત તા.7 જૂનથી વરસાદે વિરામ લીધો છે. અને હજુ આગામી 2 દિવસ વરસાદની શક્યતા ના બરાબર રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રચાતાં આગામી તા.14 જૂનના રોજ ઉત્તર ગુજરાતનું આકાશ 50% થી 62% સુધી વાદળછાયું રહેશે. આ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. એટલે કે 2.5 મીમી થી માંડી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ થઇ શકે છે. જો કે, આ વરસાદ છુટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે. આ સાથે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં નોંધણી ન થઇ શકે તેવા ઝાપટાં પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...