તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કડીના ઉમાનગરમાં મકાનનું તાળું ખોલી રોકડ, દાગીના મળી રૂ. 44 હજારની ચોરી

નંદાસણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર રાત્રે ધાબા ઉપર સૂઇ ગયો હતો ત્યારે ચોરોનો હાથફેરો

કડી તાલુકાના ઉમાનગર ગામે પરિવાર મકાનના ધાબા પર રાત્રે સૂતો હતો, ત્યારે તસ્કરોએ ઘરનું તાળું ખોલી રૂ.22 હજાર રોકડ તથા દાગીના મળી રૂ.44 હજારની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. નંદાસણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમાનગરના સંજયકુમાર રામશંકર જોશી નંદાસણમાં મહાકાળી ફુટવેર નામે દુકાન ધરાવે છે. જેઓ ગત રાત્રે પરિવાર સાથે મકાનના ધાબા પર સૂતા હતા, ત્યારે તસ્કરોએ ઘરનું તાળું ખોલી અંદર ઘૂસ્યા હતા અને દુકાનના વકરાના રૂ.22 હજાર અને રૂ. 22 હજારના દાગીના મળી રૂ.44 હજારની મત્તા ચોરી ભાગી ગયા હતા. પરિવાર સવારે જાગ્યો જાળીનો દરવાજા ખુલ્લો હતો અને તાળું ચાવી સાથે વોશિંગ મશીન પર ખુલ્લું પડ્યું હતું.

બે ચોરો મંદિરના સીસીટીવીમાં કેદ
ઉમાનગર ગામના મહાકાળી મંદિરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતાં બે શખ્સો હાથમાં ધોકા લઇ, મોઢે માસ્ક પહેરી અને ચંપલ હાથમાં પકડી રહેણાંક મકાન તરફ જતા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...