ઊંઝાનાં એક શિક્ષિકાએ ફોન પે એપ્લીકેશન ઉપર રૂપિયા 5 હજારનું કેશબેક લેવાની લાલચમાં રૂપિયા 95 હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે, મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરતાં બેન્ક તેમજ ઈ-વોલેટમાં ઈમેઈલ કરીને જાણ કરતાં ટુકડે-ટુકડે રૂ. 95 હજાર પરત મળી ગયા હતા.
ઊંઝા શહેરનાં એક શિક્ષિકાને તાજેતરમાં પશ્ચિમ બંગાળમાંથી કોલ આવ્યો હતો. જેમાં સામેના વ્યક્તિએ ફોન પે ઉપર રૂપિયા 5 હજારનુ કેશબેક આવ્યુ હોવાથી ચાલુ કરવા કહ્યુ હતુ. શિક્ષિકાના મોબાઈલ ઉપર ફોન પે નહી હોવાથી ઈન્સ્ટોલ કર્યુ હતુ. ત્યારબાદ સામેના વ્યક્તિના કહેવા પ્રમાણે કોડ સ્કેન કરીને ઓટીપી આપતા શિક્ષિકાના બેન્ક ખાતામાંથી રૂપિયા 5 હજાર ઉપડી ગયા હતા.
શિક્ષિકાએ 5 હજાર પરત મેળવવા સામેના વ્યક્તિએ કહ્યુ તેમ 20, 30 હજારની રકમ ભરતાં ટુકડે ટુકડે રૂપિયા 95 હજાર ઉપડી ગયા હતા. પોતે છેતરાયાનો અહેસાસ થતાં મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતા શિક્ષિકાના ઉપાડેલા પૈસા ઈવોલેટમાં પડ્યાં હોવાથી પૈસા રીફંડ માટે ઈવોલેટ અને બેન્કમાં ઈમેઈલ કર્યો હતો. ત્યારબાદ પ્રથમ રૂપિયા 40 હજાર અને બાદમાં ટુકડે ટુકડે રૂપિયા 95 હજાર પરત મળી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.