વિશ્વભરમાં પથરાયેલા સમસ્ત કડવા પાટીદારોનાં કુળદેવીના મુખ્ય સ્થાનક ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરમાં ગર્ભગૃહમાં 40 કિલો ચાંદીની પીછોઇ બનાવવામાં આવનાર છે. જેના માટે રૂ.30 લાખનું દાન આપવાની જાહેરાત અમદાવાદ અને ગાંધીનગરના 3 દાતાઓએ કરી છે. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના માનદ મંત્રી દિલીપભાઇ નેતાજીએ જણાવ્યું કે, ઉમિયા માતાજી મંદિરના ગર્ભગૃહમાં પીછોઈ બનાવવા અંદાજે રૂ.30 લાખની 40 કિલો ચાંદીનો ઉપયોગ થશે.
જેના માટે અડતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ અમદાવાદના પ્રમુખ જયંતિભાઈ સોમાભાઈ પટેલ, રાયસણ ગાંધીનગરના પ્રમુખભાઈ ડાહ્યાભાઇ પટેલ તેમજ કોબા ગાંધીનગરના દિલીપભાઈ ભુદરભાઈ પટેલ તરફથી દાનની ઓફર કરવામાં આવી છે. ઉમિયા માતાજીના દર્શને પધારેલા ત્રણ મિત્રોને રાજ રાજેશ્વરી ઉમિયા માતાજીના દર્શન દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં ચાંદીની પીછોઈ બનાવવાની પ્રેરણા મળી અને તેમણે દાન માટે તત્પરતા દર્શાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.