તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો:ચોરીના ત્રણ બાઇક સાથે ઊંઝા પોલીસે વડગામના બાઇક ચોરને દબોચી લીધો

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ અન્ય જિલ્લામાંથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં બાઇકો ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ચોરીના ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની અલગ અલગ ટિમો દ્વારા હાલમાં બાઇકો સાથે ચોરોને ઝડપવામાં આવી રહ્યા છે. જેમાં વધુ એક બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉંઝા પોલીસે ઉકેલ્યો છે.

ઊંઝા બસ સ્ટેન્ડ પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, બનાસકાંઠાના વડગામનો ઠાકોર કુંવર ચતુરજી નામનો ઈસમ બાઇક લઈને પસાર થવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવી ઈસમને ઝડપી બાઇક મામલે પૂછપરછ કરી હતી

પૂછપરછ દરમિયાન ઇસમે બાઇક સિદ્ધપુરના આંબાવાડી પાછળ દરવાજે આવેલા એક મકાન પાછળથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસે વધુ કડકાઈથી પૂછપરછ કરતા ઇસમે વધુ બે બાઇક ચોરી કર્યા હોવાનું કબુલ્યું હતું. જેમાં એક બાઇક ડીસા તાલુકા પંચાયત પાસેથી અને એક બાઇક પાલનપુરની બનાસ ડેરી પાસેથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આમ ઉંઝા પોલીસે ત્રણ બાઇક સાથે એક ઈસમને ઝડપી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...