સજા:ચેક રિટર્ન કેસમાં ઊંઝા કોર્ટે આરોપીને 6 માસની કેદ ફટકારી, રકમનું વળતર કોર્ટમાં જમા કરાવવાનો હુકમ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ રૂપિયા 40 હજાર ઉછીના લઇ બાદમાં ચેક આપ્યો હતો

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે રહેતા પટેલ વિપુલભાઈ બચુભાઈ પાસે ઠાકોર લાલજી પરતાપજી નામના ઇસમે રૂપિયા 40 હજાર હાથ ઉછીના લીધા હતા. બાદમાં ઉઘરાણી કરતા વિપુલ પટેલને લાલજી ઠાકોરે ચેક આપ્યો હતો. જેમાં વિપુલ પટેલે ચેક બેન્કમાં જમા કરાવ્યા બાદ ચેક રિટર્ન થવા મામાલે કોર્ટે ઠાકોર લાલાજી પ્રતાપજીને કસૂરવાર ઠરાવતા 6 માસની કેદ ન સજા ફટકારી હતીય

ફરિયાદીએ ચેક બેન્ક માં જમા કરાવ્યા બાદ ચેક રિટર્ન થતા વકીલ મારફતે આરોપીને નોટિસ આપી હતી. સમય વીતતા ઠાકોર લાલજી પ્રતાપજીએ લીગલ નોટિસમાં જણાવ્યા મુજબની રકમ ફરિયાદને પરતના આપતા વકીલ મારફતે ઠાકોર લાલાજી વિરુદ્ધ ઊંઝા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી ઊંઝાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટએ ઠાકોર લાલાજી પ્રતાપજીને કસૂરવાર ઠરાવતા 6 માસની કેદ ન સજા ફટકારી હતી અને ચેકની રકમનું વળતર કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...