મુલાકાત:ભારતનાં પ્રથમ સૌર ઊર્જા સંચાલિત મોઢેરા 'સૂર્યગ્રામ'ની મુલાકાત લેતા સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજરોજ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ મહેસાણાનાં પ્રવાસે આવ્યાં હતાં. જયાં તેઓએ તેમનાં પ્રતિનિધિ મંડળ સાથે સુજાનપુર ખાતે આવેલ ભારતના પ્રથમ સૌર ઉર્જા સંચાલિત મોઢેરા સૂર્ય ગ્રામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ મોઢેરા ખાતે આવેલ થ્રી-ડી પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઇટિંગની મુલાકાત લીધી હતી.

નરેન્દ્ મોદી દ્વારા સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા સૂર્યગ્રામ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાન એ સૂર્યગ્રામ વિશે કહ્યુ હતુ કે, વિશ્વમાં જ્યારે પણ સૌર ઊર્જાની વાત આવશે ત્યારે મોઢેરાને યાદ કરવાની ફરજ પડશે. મોઢેરા ગામને આ પ્રોજેક્ટ થકી ૨૪ કલાક સૌરઊર્જા પૂરી પાડવામાં આવશે. સુર્યગ્રામની આ યોજનાથી માત્ર વીજળી જ નહીં પરંતુ તેના વપરાશ બાદ નાણાં પણ મળશે અને વીજ બીલમાંથી છુટકારો થશે.

આજરોજ મોઢેરા 'સૂર્યગ્રામ'ની મુલાકાત લેતા સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કહ્યુ કે, આ પ્રોજેક્ટની મુલાકાત લઇને ખૂબ આનંદ થયો. આ માત્ર સોલાર પ્રોજેક્ટ નથી, પરંતું ઉજ્જવળ ભવિષ્યનાં સમુદાયને શ્રેષ્ઠ બનાવવાનો એક સામાજિક પ્રોજેક્ટ છે. ભારતીય સંસ્કૃતિ સૂર્યની સાથે જોડાયેલી સંસ્કૃતિ છે. અહીં સૂર્યનાં મંદિરો આવેલા છે. આપણે સૌ સુર્યની ઉર્જાનો ઓછો ઉપયોગ કરીએ છીએ. પરંતું આ પ્રકારનાં પ્રોજેક્ટ થકી હવે લોકોને સૂર્યઉર્જાની મહત્વતા વિશે ખબર પડશે. આજે મોઢેરા ગામ અને આ પ્રોજેક્ટની મુલાકાત લઇને આનંદ થયો.

મોઢેરા સૂર્યમંદિરથી 6 કિ.મી. દૂર સુજાણપુર ખાતે 15 MWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથેનો 6 MW સોલાર પ્લાન્ટ ઊભો કરાયો છે. મોઢેરાના 1300થી વધુ મકાનોની છતો પર 1 kW સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે. 1700 થી વધુ વીજ કનેકશનને સ્માર્ટ મીટર યુનિટ સાથે સંલગ્ન કરાયા છે. મોઢેરા સૂર્ય મંદિરની પાસે સૂર્યઊર્જાથી સંચાલિત અતિઆધુનિક ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિગ સિસ્ટમ માટે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...