હક્કની લડાઈ:મહેસાણામાં 4 જિલ્લાના સંયુક્ત મોરચાના કર્મચારીઓએ રેલી યોજી, 20 હજારથી વધુ કર્મચારીઓ રોડ પર ઉતર્યા

મહેસાણા15 દિવસ પહેલા
  • 15 જેટલી પડતર માગણીઓને લઈ રેલી યોજવામાં આવી
  • 30 સપ્ટેમ્બર પછી અચોક્કસ મુદતની હડતાળ પર જશે

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ મહેસાણા ઝોન અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ આજે મહેસાણાના અરવિંદ બાગ ખાતે સવારે રેલી યોજી દેખાવ કર્યા હતા. જેમાં મહેસાણા,પાટણ,બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓ મોટી સંખ્યામાં અરવિંદ બાગ ખાતે એકત્રિત થઈ રેલીમાં જોડાયા હતા.

અરવિંદબાગ પાસે 4 જિલ્લાના કર્મીઓ સભામાં જોડાયા
મહેસાણાના અરવિંદ બાગ ખાતે આજે સંયુક્ત મોરચાના કર્મીઓની રેલી યોજવામાં આવી હતી. જેમાં જૂની પેંશન યોજનાને લઈ સંયુક્ત મોરચાની મહા રેલી અને સભા મળી હતી.અરવિંદ બાગ ખાતે મંડપ બાંધી 4 જિલ્લાના સરકારી કર્મચારી સભામાં જોડાયા ત્યારબાદ ફુવારા સર્કલ થઈ કલેક્ટર કચેરી સુધી આવેદનપત્ર આપવા 25 હજારથી વધુ કર્મચારીઓ રોડ પર ઉતર્યા હતા.

72 સંગઠનોએ મહેસાણાની રેલીમાં ભાગ લીધો
આ મહારેલીમાં મહેસાણા,પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા જિલ્લાના મળી ઉત્તર ઝોનના 72 સંગઠનો રેલીમાં જોડાયા હતા. જ્યાં આજે મહેસાણામાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોતાની માગોને લઈ રોડ પર ઉતરતા રસ્તાઓ પણ પોલીસને બ્લોક કરવા પડ્યા હતા.

30 તારીખ પછી કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર
સંગઠનો દ્વારા જણાવ્યામાં આવ્યું હતું કે અગાઉ 3 તારીખે પણ રેલી યોજવામાં આવી હતી ત્યારથી આજ સુધી સરકારે કોઈ નિર્ણય ના કરતા આજે ફરી એકવાર રેલી યોજવામાં આવી. જેમાં અમારી માગો પુરી નહિ થાય તો આગામી સમયમાં જ્વલંત કાર્યક્રમો પણ આપવામાં આવશે.આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી એટલે કર્મચારીઓ સરકારના હાથ પગ છે.સરકારને સફળતા પૂર્વક ચૂંટણી યોજવી હશે તો કર્મચારીઓનો સાથ સહકાર પણ જોઇશે તેમજ અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં નહિ આવે તો આગામી 17 તારીખે માસ સીએલ,22 તારીખે પેન ડાઉન, અને 30 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળનું આયોજન પણ કરવામાં આવશે ત્યારબાદ કર્મચારીઓ કોઈ પણ કામ કરશે નહીં.

સંગઠનોના પ્રમુખોએ આવેદનપત્ર આપવા માટે પડાપડી કરી સંયુક્ત કર્મચારીઓનો ની રેલી ડીજે ના તાલે કાઢવામાં આવી હતી એ દરમિયાન કલેક્ટર કચેરી આવેલી રેલીને પોલીસે મુખ્ય દરવાજો અટકાવી હતી અને રેલીના આગેવાનોને 5 વ્યક્તિને આવેદન પત્ર આપવા કલેક્ટર ઓફિસ જવા દેવામાં આવ્યા હતા એ દરમિયાન કેટલાક આગેવાનો કલેક્ટર કચેરીનો મુખ્ય દરવાજો કૂદતા પણ નજરે પડ્યા હતા. ત્યારે પોલીસ જવાનોને પણ દરવાજા પાસે ભારે જહેમત બાદ ટોળાને કલેક્ટર કચેરીમાં આવતા અટકાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...