તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:બેચરાજીમાં ઘર આગણે પાર્ક કરેલું બુલેટ લઇને અજાણ્યાં ચોરો ફરાર

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુલેટનો ક્યાંક અતોપતિ ન મળતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ

કોરોના મહામારીના સમયગાળા દરમિયાન જિલ્લામાં ચોરો બેફામ બન્યા છે. જેમાં જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વધુ એક ચોરીની ઘટના નોંધાઈ છે. જેમાં બેચરાજી ખાતેથી રાત્રી દરમિયાન ઘર આંગણે પાર્ક કરેલું બુલેટ અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા.

બેચરાજીમાં મારુતિ સુઝુકી કંપનીમાં જુનિયર મેનેજરની પોસ્ટ ધરાવતો વ્યક્તિ રાત્રી દરમિયાન પોતાની નોકરી પુરી કરીને ઘરે આવ્યો હતો. ત્યારબાદ બેચરાજીના સીવધરા ફ્લેટ ખાતે પોતાનું બુલેટ પાર્ક કર્યું હતું જે વહેલી સવારે જોતા નજરે પડ્યું નહોતું. જેથી આસપાસમાં તપાસ કરી હતી જે બાદમાં બુલેટનો ક્યાંક અતોપતિ ન મળતા આખરે બેચરાજી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...