તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવચન:મનના સ્વભાવને સમજીએ અને કચરાથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ : રાજશેખર સૂરિશ્વરજી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ઉપનગર જૈન સંઘમાં પૂ. વિ. રાજશેખર સુરીશ્વરજી મ.સા.નું પ્રેરણામૃત

મહેસાણા ઉપનગર જૈન સંઘની વ્યવસ્થાપક સમિતિ દ્વારા ચાતુર્માસને લઈ આયોજિત પ્રેરણામૃતમાં મંગળવારે ગચ્છાધિપતિ પૂ. વિ. રાજશેખર સુરીશ્વરજી મ.સા.એ ઉપસ્થિત શ્રાવકોને મનમાં રહેલા કચરામાંથી મુક્ત થવાના પ્રયાસનો મર્મ સમજાવ્યો હતો. શરીર કચરાનો સંગ્રહ કરતું જ નથી, જ્યારે મનને તો કચરાનો સંગ્રહ કરવામાં જ રસ છે. સમુદ્રનો સ્વભાવ ખ્યાલ છે તમને.?, કોઈપણ વ્યક્તિ તેમાં પડીને આત્મહત્યા કરે, તો પણ મડદાને તો તે બહાર જ કાઢી નાખતું હોય છે, શરીરનો સ્વભાવ પણ આવો જ છે, શરીરને ગમે તેટલું સારું આપું, પણ આખરે તે કચરામાં જ રૂપાંતરીત થાય છે અને કચરાનો તે સમય બાદ અવશ્ય પણે નિકાલ કરી દે છે.

મિષ્ઠાન વાપરો તે વિષ્ઠામાં રૂપાંતરીત થાય, વિષ્ઠાને કે મૂત્રને તમે ગમે તેટલો રાખવાનો પ્રયાસ કરો, પણ અલ્પ સમય પછી શરીર તેનો નિકાલ કરી જ દે છે. અર્થાત, સમુદ્ર પણ પોતાનો કચરો બહાર કાઢે છે, શરીર પણ પોતાનો કચરો બહાર કાઢે છે, પણ મન તેને તો કચરાનો સંગ્રહ કરવામાં જ રસ છે. એકવાર મનનું નિરીક્ષણ કરી લો, તો ખ્યાલ આવે કે મનને તો સારું ભેગું કરવું જ ગમતું જ નથી, તેને માત્ર કચરાનો જ સંગ્રહ કરવામાં રસ છે. બસ, મનના સ્વભાવને સમજીએ અને કચરાથી મુક્ત થવાનો પ્રયાસ કરીએ તેમ ગચ્છાધિપતિ પૂ. વિ. રાજશેખર સુરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...