હાલાકી:મહેસાણામાં અંડરપાસ શરૂ થયો પણ બંને બાજુના સર્વિસ રોડનું કામ રખડ્યું

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવારોમાં પણ મુખ્ય હાઇવે પર અંધારપટ્ટ જ રહેશે
  • સતત વરસાદથી​​​​​​​ વીજપોલ ખસેડવા અને પાઇપલાઇનનું કામ અટક્યું

મહેસાણા શહેરના મુખ્ય હાઇવે પર અંડરપાસ શરૂ થઇ ચૂક્યો છે. તેમજ ખારી નદીથી ડેરી બ્રીજ સુધીના રોડનું છેલ્લા તબક્કાનું કામ પૂર્ણ થવાને આરે છે. તેમ છતાં 650 મીટરના સર્વિસ રોડની હાલત પહેલાં કરતાં વધુ ખરાબ છે. ંડરપાસ સહિત હાઇવે પર અજવાળા માટે 250 પોલ ઉભા કરવા ગત સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં રૂ.1.15 કરોડનું ટેન્ડર મંજુર કરાયું હતું. ટેન્ડર પ્રક્રિયાને વીસેક દિવસનો સમય વિત્યા છતાં હજુ કામગીરી શરૂ થઇ નથી. જેને લઇ દિવાળીના તહેવારોમાં હાઇવે પર અંધારપટ્ટ જ રહેશે તે સ્પષ્ટ છે.

આખા પ્રોજેકટમાં રાધનપુર સર્કલથી શિલ્પાગેરેજ નજીકના અંડરપાસના છેડા સુધીના લગભગ 650 મીટર લાંબા સર્વિસ રોડનું નવીનીકરણનું કામ અટવાયું છે. ખરાબ સર્વિસ રોડના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઠેર-ઠેર ખુલ્લા ખાડા, માટી અને રોડ પર પડેલી પાઇપોના કારણે અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. ચોમાસાના કારણે સર્વિસ રોડ પરથી વીજ પોલ ખસેડવાની કામગીરી નિયત સમય કરતાં મોડી શરૂ થઇ હતી. એના કારણે પાઇપલાઇન નાખવાની કામગીરી પણ મોડી પડી છે. પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ તુરત જ નવા સર્વિસ રોડની કામગીરી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...