તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ગ્રાહકના સ્વાંગમાં 1 લાખના સોનાના બે દોરા લૂંટી ભાગેલો શખ્સ ઝડપાયો

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણાના આઝાદચોકમાં મહાવીર જ્વેલર્સમાં ધોળેદહાડે લૂંટની ઘટનાથી દોડધામ

મહેસાણા શહેરના આઝાદચોકમાં ચોકસીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ગઠિયાએ સોનાના દોરા જોવાનું નાટક કરી રૂ. 1.10 લાખના 2 દોરા લઇને ભાગતાં જ ચોકસીએ તેનો પીછો કર્યો હતો. હૈદરીચોકથી રિક્ષામાં બેસી ફૂવારા તરફ જતાં રસ્તામાં ઝડપાઇ ગયેલા ચોર પાસેથી પોલીસે લૂંટેલા બંને દોરા કબજે લઇ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી.

આઝાદચોકમાં મહાવીર જ્વેલર્સ નામે દુકાન ધરાવતા કમલેશભાઇ સોહનલાલ શાહ ગુરુવારે બપોરે 3 વાગે તેમના મોટાભાઇ નિલેષભાઇ સાથે દુકાનમાં હાજર હતા, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ દુકાનમાં આવી સવા તોલાથી દોઢ તોલા સુધીનો સોનાનો દોરો લેવાની વાત કરતાં કમલેશભાઇએ તેને 6 ગ્રામના જુદી જુદી ડિઝાઇનના સોનાના દોરા બતાવ્યા હતા. જેમાંથી તેણે 2 દોરા હાથમાં લઇ ફોટો પાડીને બતાવતાં તેમને એક દોરો લેવાની વાત પણ કરી હતી. આ સમયે મોબાઇલમાં વાતચીત કરવાનો ડોળ કરી ગઠિયો ડિસ્પ્લેમાં મૂકેલા સોનાના બે દોરા લઇ દુકાનની બહાર ભાગ્યો હતો. આ સમયે હાજર કમલેશભાઇના ભાઇ નિલેષભાઇએ તેને પકડવાનો પ્રયાશ કરતાં તે ધક્કો મારીને ભાગતાં બંને ભાઇઓ તેની પાછળ દોડ્યા હતા. ખોડિયાર માતાના મંદિરથી હૈદરીચોક તરફ જતાં રસ્તા ઉપર દોડીને રિક્ષામાં બેસી ફૂવારા તરફ તેને જતો જોઇ કમલેશભાઇએ પકડો પકડોની બૂમો પાડતાં જળશક્તિ સર્કલ પાસે હાજર પોલીસે તેને પકડી લીધો હતો.

ઓળખ છુપાવવા ચાલુ રિક્ષાએ શર્ટ બદલી ટીશર્ટ પહેરી લીધું
ગઠિયો જે સમયે દુકાનમાં ગયો હતો ત્યારે શર્ટ અને માથે ટોપી પહેરી હતી, પરંતુ રિક્ષામાં બેસીને શર્ટ કાઢી ટી શર્ટ પહેરી લીધી હતી અને ટોપી ફેંકી દીધી હતી. પોલીસે તેને ચેક કરતાં સોનાના રૂ.1.10 લાખના બે દોરા મળી આવ્યા હતા અને પૂછપરછમાં તે જીગર નરેન્દ્રકુમાર રાવત (રહે. દાંતીવાડા કોલોની, જિ.બનાસકાંઠા) હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો