તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ માટે દાખલા માટે વાલીઓનો મામલતદાર કચેરીમાં ઘસારો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જરુરી દાખલા માટે વાલીઓ કચેરીએ દાખલા માટે આવી રહ્યા છે. - Divya Bhaskar
જરુરી દાખલા માટે વાલીઓ કચેરીએ દાખલા માટે આવી રહ્યા છે.
  • સોમવારે 200 થી વધુ અરજદારો આવક-જાતિના દાખલા માટે આવ્યા

મહેસાણામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળામાં કુલ બેઠકોની 25 ટકા બેઠકો ઉપર મફત પ્રવેશ માટે વંચિત અને ગરીબ પરિવારના બાળકોને લાભ મળતો હોઇ હાલમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે.જેમાં બાળકના પ્રવેશ માટે આવક-જાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડની કોપી વગેરે ડોક્યુમેન્ટની જરૂર રહેતી હોઇ વાલીઓનો મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં ઘસારો વધી રહ્યો છે.સોમવારે મહેસાણા મામલતદાર સંકુલમાં ત્રિવિધ શાખાઓમાં વાલીઓની ભીડ જામી હતી.એક જ દિવસમાં 200 થી વધુ આવક-જાતિના દાખલાની અરજીઓ નોધાઇ હતી.

મહેસાણા મામલતદાર કચેરીના જનસુવિધા કેન્દ્રમાં જ અગાઉ અરજીઓની ચકાસણી કરીને કમ્પયુટર ફોટો લેવાની પ્રક્રિયામાં એક સાથે અરજદારોની ભીડ થતી હોઇ અઠવાડીયાથી અહિયા અરજદારોના ડોક્યુમેન્ટ ચકાસણી માટે અલગથી કસ્બા તલાટીની જગ્યાએ વ્યવસ્થા કરાઇ છે.જ્યારે અરજીઓમાં સહી-સિક્કામાં જેતે વિસ્તારના તલાટી ટેબલે અરજદારોની પ્રથમમાળે ભીડ જામી હતી.

અમદાવાદના ચાંદખેડાથી મહેસાણા મામલતદાર કચેરીએ આવેલા વાલી સંજયભાઇ રાવતે કહ્યુ કે, પીલુદરા વતન છે અને રેશનકાર્ડ અહિયા ગામનું છે,દીકરા દક્ષને આરટીઇમાં ધો-1માં પ્રવેશ માટે ફોર્મ ભરવાનું છે,જેમાં રેશનકાર્ડમાં સેનમા લખાતુ હોઇ રાવત કરવા માટે આવ્યા છીએ.આવકનો દાખલો પણ કઢાવવાનો હોઇ ત્રણ દિવસથી ડોક્યુમેન્ટ તૈયાર કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...