ગમખ્વાર અકસ્માત:વલાસણા ચોકડી પાસે બેકાબૂ ટ્રેલર 2 કેબિનને અડફેટે લઈ હોટલમાં ઘૂસ્યું, ફિંચોડના 3 સહિત સાત જણાને ઉડાવ્યા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રેલર નીચે આવી જતાં લારીઓ, કેબિનો અને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.સદનસીબે જાનહાનિ ટળી હતી. - Divya Bhaskar
ટ્રેલર નીચે આવી જતાં લારીઓ, કેબિનો અને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.સદનસીબે જાનહાનિ ટળી હતી.

વડનગર-ઈડર રોડ પર આવેલા વલાસણા ગામ પાસેની ચોકડી પર સોમવારે મોડી સાંજે સિમેન્ટ ભરી ઈડર તરફ જતા ટ્રેલર (આરજે 22 જી 0466)નાના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 3થી વધુ ટુ-વ્હીલર, 2 કાર, 4 લારી, 2 કેબિનને અડફેટે લીધા હતા. જ્યારે રોડની સાઈડમાં આવેલી હોટલમાં ટ્રેલર ઘૂસી ગયું હતું. જેના કારણે રોડ સાઈડમાં રહેલા વલાસણાના 4 અને ઈડરના ફિંચોડની વેગનઆર કારમાં રહેલા 3 સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. તમામ ઘાયલોને વલાસણા અને સુંદરપુરા 108માં વડનગર સિવિલમાં ખસેડાયા હતા. જેમાં 2ને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની જાણ થતાં વડનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અકસ્માાત બાદે ચાલક ટ્રેલર મૂકી ભાગી ગયો હતો.

પોલીસચોકીના કારણે અકસ્માત થતાંની ચર્ચા
વડનગરથી ઈડરનો રોડ પહોળો કરાયો છે. વલાસણા ચોકડી પર રોડ પહોળો કર્યો હોવા છતાં પોલીસચોકી નહીં હટાવાતાં વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. પોલીસ ચોકી હટાવવા રજૂઆત થયેલી છે. મોટો અકસ્માત થાય તે પહેલાં નિર્ણય લેવા માંગ ઊઠી છે.

ઘાયલો વલાસણા અને ફિંચોડના
1. ગોપાલ ભૂપતજી ઠાકોર (13)
2. નીતાબેન ભૂપતજી ઠાકોર (36)
3. શંકરજી ડાહ્યાજી ઠાકોર (27)
4. રાજુજી ભૂપતજી ઠાકોર (22)
તમામ રહે.વલાસણા, તા.વડનગર

5. પટેલ દિલીપભાઈ ડાહ્યાભાઈ (50) 6. પટેલ શૈલેષભાઈ મણીભાઈ (44) 7. પટેલ ગીતાબેન દિલીપભાઈ (45) તમામ રહે.ફિંચોડ, તા.ઈડર

અન્ય સમાચારો પણ છે...