તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:મહેસાણામાં ભાડે મકાન ન મળતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો

મહેસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેર બી ડિવિજન પોલીસે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધાઇ
 • હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર દરમિયાન મોતને ભેટ્યો

મહેસાણામાં રહેતા અને મોટીદાઉના યુવાને ભાડાનુ મકાન સારૂ મળતુ ન હોઇ કંટાળીને ઝેરી દવા પી જઇ આપઘાત કરતાં ચકચાર જગાવી છે.શહેર બી ડિવિજન પોલીસે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી છે. મૂળ મોટીદાઉનો 25 વર્ષનો જૈમીન રમેશભાઇ સુથાર મહેસાણાના નાગલપુરમાં રામજી મંદિરની સામે ભાડાના મકાનમાં રહેતો હતો.તેને ગત 1 ફેબ્રુઆરીએ પરિવારની જાણ બહાર ઘરમાં ઝેરી દવા પી જઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ગંભીર હાલતમાં યુવાનને લાયન્સ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અહી 10 દિવસની સારવાર દરમિયાન ગુરૂવારે યુવાનનુ મોત થયુ હતુ. શહેર બી ડિવિજન પોલીસે લાશનુ પંચનામુ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતકના પિતા રમેશભાઇ સુથારે કહ્યુ કે,અમે ભાડાના મકાનમાં રહીએ છીએ તે પુત્ર જૈમીનને અનુકુળ આવતુ ન હોઇ તે નવુ ભાડે મકાન શોધી રહ્યો હતો.સવારે નોકરી અને સાંજે મકાન શોધીને થાકેલા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી.જેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.આ અંગે શહેર બી ડિવિજન પોલીસે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી છે.આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો