તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમિયા માતાજીની શોભાયાત્રા:ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ વાર્ષિક દિને 22મીએ ઉમિયા માતાજીની શોભાયાત્રા નીકળશે

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીને લઇ ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા એક દિવસીય પ્રતિકાત્મક ઊજવણી કરાશે
 • નવચંડી યજ્ઞ,ધ્વજારોહણ તેમજ મા ઉમાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવાશે

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનના પ્રથમ વાર્ષિક દિને 22 મીએ ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા એક દિવસની પ્રતિકાત્મક ઊજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ તેમજ મા ઉમાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવહે સાથે મંદિર રોશનીથી ઝગમગી ઉઠશે અને દિવડાઓ પ્રજ્વલિત કરાશે.

ઉમિયા માતાજી ઊંઝા મંદિર સંસ્થાન મંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી)એ જણાવ્યુ હતુ કે લક્ષચંડી મહાયજ્ઞ જે 18 થી 22 ડિસેમ્બર 2019 સુધી 5 દિવસિય ધાર્મિક ઉત્સવ ઊજવાયો હતો. એક વર્ષ પૂર્ણ થતાં ઊજવણી કરાશે. પણ હાલના કોરોના મહામારી સંજોગોને લઇ સરકારની ગાઈડ લાઇન મુજબ લક્ષચંડી મહાયજ્ઞ પ્રથમ વાર્ષિક દિવસે એક દિવસિય પ્રતિકાત્મક દિવસે 22 મીનો સંપૂર્ણ કાર્યક્રમ નિજ મંદિર પરિસર માં જ રખાયો છે, મંદિરને 18 થી 22 તારીખ સુધી રંગોળી અને રોશનીથી શણગારવામાં આવશે.

22 મી તારીખે સવારે 9 વાગે લક્ષચંડી મહાયજ્ઞ, 51 શક્તિપીઠ સ્થળેથી ધ્વજાયાત્રા ઢોલ નગારા અને બેન્ડબાજા સાથે નીકળી ઉમિયા માતાજી મંદિર આવી 5 પ્રદક્ષિણા કર્યા બાદ શિખરે આરોહણ કરાશે. માગશર સુદ 8 આઠમ સંવત 2033ના અઢારમી શતાબ્દીની યાદગીરી રૂપે માતાજી ને 56 ભોગ અન્નકૂટ ભરાય છે, જે 11.15 વાગે અન્નકૂટ ભરાશે. ભક્તો 11.30 કલાકે દર્શન કરી શકશે. નિજ મંદિર પરિસરમાં એક કુંડી નવચંડી યજ્ઞ, લક્ષચંડી મહાયજ્ઞને પ્રતીકાત્મક યજ્ઞનું પણ આયોજન છે, જે મંદિર સંસ્થાન ભૂદેવોના આચાર્ય પદે યોજાશે, જેમાં કેટલા યજમાન બેસશે એ નિર્ણય અનિર્ણનિત છે.

યજ્ઞની પૂર્ણાહુતી સાંજે 4.30 કલાકે થશે. રાત્રે મંદિર પરિસર માં 11011 દીવડાઓ પ્રજ્વલિત કરાશે. આ ધાર્મિક ઉત્સવને સોશિયલ મીડિયા દ્વારા લક્ષચંડી મહાયજ્ઞનો પ્રચાર પ્રસાર કરાશે, માઇભક્તોએ દિવસે પોતાના ઘરે આસોપાલવના તોરણ બાંધે અને લાપસી જમે તેમજ ઘરે જ માતાજીના ફોટાની આરતી કરે તે માટે સૂચન કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો