અકસ્માતમાં ઇજા:વિસનગર સદુથલા રોડ પર નોકરીએ જઇ રહેલા બાઈક ચાલકને ગાડીએ ટકકર મારી, બે યુવકો ઇજાગ્રસ્ત

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી ગાડી ચાલક થયો ફરાર

મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર સદુથલા રોડ પર નોકરી પસાર થઈ રહેલા બાઇકને અન્ય એક ગાડીએ ટક્કર મારતા બાઈક પર સવાર બે મિત્રોને ઇજાઓ થઈ હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હાલમાં ગાડી ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણાના વિસનગર સદુથલા રોડ પર એક બેફામ ગાડી ચાલકે બાઇકને ટક્કર મારી હતી ગાડી ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. સમગ્ર મામલે કમણાં ગામનો યુવક પોતાના મિત્રને મહેસાણા નોકરી જવાનું હોવાથી પોતાના બાઈક પર મિત્રને મહેસાણા મુકવા જઇ રહ્યો હતો. એ દરમિયાન સદુથલા વિસનગર રોડ પર એક સફેદ ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે હંકારી બાઇકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાન રોડ પર પટકાતા શરીરે ઇજાઓ થઈ હતી. ત્યારે આસપાસ લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે બે યુવાનને સારવાર અર્થે ખસેડયા હતા. હાલમાં સમગ્ર મામલે અકસ્માત સર્જી ફરાર થનાર ગાડી (GJ-02-CP-9184)ના ચાલક વિરુદ્ધ અશોકજી ચેનાજી નામના યુવકે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...