કાર્યવાહી:મહેસાણાના બે યુવકો હવાલાના ત્રણ કરોડ રૂપિયા સાથે પકડાયા

સિરોહી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી કારની ડેકી અને ટૂલબોક્સમાં સંતાડી ગુજરાત લવાતા હતા

રાજસ્થાન પોલીસે મહેસાણાના 2 યુવાનોને કારમાં હવાલાના 3 કરોડ રૂપિયા લઇને ગુજરાત આવતાં રસ્તામાં પકડી લીધા હતા.રાજસ્થાનની મંડાર પોલીસે દિલ્હી-કંડલા હાઇવે પર નાકાબંધી દરમિયાન એક લક્ઝુરિયસ કારની ડેકી અને ટૂલ બોક્સમાંથી ત્રણ કરોડ રૂપિયા કબજે કર્યા હતા. નોટોના આ બંડલ હવાલા દ્વારા ગુજરાતમાં પહોંચાડવાના હતા. પોલીસે પૈસા કબજે કરી મહેસાણાના રહીશ સુરેન્દ્ર માધવલાલ પટેલ અને નિલેશ અમૃતલાલ પટેલની ધરપકડ કરી છે.

મંડારના પોલીસ અધિકારી ભંવરલાલે જણાવ્યું કે, રવિવારે સવારે મંડાર ટોલનાકા ખાતે નાકાબંધી દરમિયાન તેમણે રેવદર તરફથી આવતી લક્ઝુરિયસ કારમાં બેઠેલા બે યુવાનોની પૂછપરછ કરતાં ગુજરાતમાં જવાનું કહ્યું હતું. શંકાના આધારે કારની તલાશી લેતાં 3 કરોડની રોકડ મળી આવી હતી. નોટ ગણવાના મશીનથી ગણતરી કરતાં લગભગ 4 કલાકનો સમય લાગ્યો હતો. ધરપકડ કરાયેલા બંને યુવાનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે, પકડાયેલા નાણાં હવાલાના હોવાનું કહેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...