તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઠિકરીયા કડી જવાનું કહીને નીકળેલા બે મિત્રો પંથોડા નજીક બાઇક સ્લીપ ખાતાં નર્મદા માયનોર કેનાલમાં પડતાં પાણીમાં ડૂબી જવાથી બંને મોતને ભેટ્યા હતા. અમદાવાદના દસ્ક્રોઇમાં એસપી રીંગ રોડ ભાડજ સર્કલ પાસે રહેતા ચીમનભાઇ જેસિંગભાઇ નાયકા સોમવારે ઘરે હાજર હતા, ત્યારે રાત્રે 8 વાગે કડીના ઠિકરીયા ગામનો કિશન જસાજી ઠાકોર (23) બાઇક લઇને તેમના ઘરે આવ્યો હતો અને કડી જવાનું કહી તેમના પુત્ર મહેન્દ્ર નાયકા (17)ને સાથે લઇ ગયો હતો.
બીજા દિવસે સવાર સુધી મહેન્દ્ર ઘરે પરત ન ફરતાં ચીમનભાઇએ મોબાઇલ પર સંપર્ક કરતાં બંધ આવતો હોઇ સવારે 11 વાગે જસાજીના ઘરે જઇ પુત્ર બાબતે પૂછપરછ કરતાં રાત્રે 10 વાગે પંથોડા નજીક માઇનોર કેનાલમાં બંને મિત્રો બાઇક સાથે ડૂબ્યા હોવાની જાણ કરી હતી. કેનાલમાં પડેલું બાઇક જોઇ સરપંચે બાવલુ પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ એસ.એ. ગોસ્વામી ઘટના સ્થળે પહોંચી તરવૈયાની મદદથી બાઇક બહાર કઢાવી કેનાલમાં તપાસ કરાવતાં બંનેની લાશ મળી આવી હતી.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.