તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની ખેપ મારતા બે યુવાન મોટપ ચોકડી પાસે થી ઝડપાયા

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મા તરફ થી આવી દારૂ ભરેલી ગાડી અમદાવાદ જવાની હતી
  • રાજસ્થાનના બે યુવાન ઝડપાયા

મહેસાણા તાલુકામાં આવેલા મોટપ ચોકડી પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના બે યુવાનને મોટપ ચોકડી પાસેથી દબોચી લીધા હતા. પોલીસે એક લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

રાજસ્થાનના બે યુવાનો દ્વારા એક ગ્રે કલરની ક્રેટા ગાડીમાં દારૂ ભરી ચાણસ્મા બાજુથી આવીને આ ગાડી ધીનોજ થઈને આંતરિક માર્ગો પર થઈને અમદાવાદ તરફ જવાના જતા એ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા ટીમે મોટપ ચોકડી પાસે દારૂ ભરેલી ગાડી ઝડપવા વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન મોટપ ચોકડી પર દારૂ ભરેલી ગાડી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાડીને ઝડપી ગાડીમાં સવાર બે ઈસમોને પકડી પડ્યા હતા, જોકે પોલીસે તપાસ કરી એ દરમિયાન ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

એલસીબીએ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના બજરંગ જગદીશ બીરબલરામ બીસનોઈ અને બાડમેર જિલ્લાના મુકેશ કુમાર જાટને ઝડપી પડ્યા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી અલગ અલગ નંબર પ્લેટ, આરસીબુક મળી આવી હતી. તેમજ ગાડીમાંથી વિદેશી દારૂની 1205 નંગ બોટલ જેની કિંમત 1 લાખ 14 હજાર, 485 નો દારૂ ઝડપી પાડ્યો હતો. તેમજ ગાડી અને રોકડ રકમ અને મોબાઈલ મળી પોલીસે કુલ 8 લાખ 29 હાજર 935 નો મુદામાલ ઝપ્ત કર્યો હતો.

બંને આરોપીઓએ ગાડીમાં નકલી નંબર પ્લેટ લગાવી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અલગ અલગ નમ્બર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. જોકે સમગ્ર મામલે ઝડપાયેલા બે ઈસમો તેમજ વિદેશી દારૂ ભરી આપનાર થતા દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમો આમ કુલ પાંચ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...