અકસ્માત:ફતેપુરા સર્કલ નજીક ટેન્કરની પાછળ કાર ઘૂસી જતાં 2ને ઈજા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મહેસાણા-ઊંઝા હાઈવે પર ગુરૂવારે સવારે 10 વાગે ઊંઝા તરફ જઈ રહેલા દૂધના ટેન્કર પાછળ અમદાવાદ પાસીંગની કાર ઘૂસી ગઈ હતી. જે અકસ્માતમાં કારમાં સવાર બંને લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બંને વ્યક્તિને 108 દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જોકે, ગંભીર ઈજાના કારણે બેભાન હોઇ પ્રાથમિક સારવાર આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અમદાવાદના નિકોલ રોડ પર આવેલી શાંતિપાર્ક સોસાયટીના પ્રવિણભાઈ પરસોત્તમભાઈ પટેલ અને જનકભાઈ બ્રાહ્મણ જેમના સરનામા અંગે જાણ નહીં હોવાનું સિવિલના સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. ટેન્કરના ચાલકે ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...