તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ફતેપુરા બાયપાસ સર્કલ પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ રૂ. 2.56 લાખનો દારૂ જપ્ત કર્યો

મહેસાણા એલસીબીએ ફતેપુરા બાયપાસ સર્કલથી રૂ 2.56 લાખના દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી પુછપરછ કરી હતી.મહેસાણા તાલુકા પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

રાજસ્થાનનો ડુંગરસિંહ શિવસિંહ સિસોદીયા અને અશોક રૂપારામ પ્રજાપતિ પોતાના સાગરીતો મારફતે જીજે.01.કેએ.2824 નંબરની સિલ્વર ઇનોવા કારમાં આબુરોડથી દારૂનો જથ્થો ભરાવી ફતેપુરા બાયપાસ થઇને ખેડા જિલ્લામાં જઇ રહ્યાની એલસીબી પીઆઇ બી.એચ.રાઠોડને બાતમી મળતા પીએસઆઇ એ.કે.વાઘેલા,હીરાજી રાજેન્દ્રસિંહ,હેમેન્દ્રસિંહ,હર્ષદસિંહે વોચ ગોઠવીફતેપુરા બાયપાસ પરથી ઉપરોકત નંબરની ગાડી પસાર થતાની સાથે જ પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા રૂ 2.56 લાખની કિંમતની વિદેશીદારૂની વિવિધ બ્રાન્ડની 551 બોટલો મળી આવી હતી.પોલીસે દારૂ અને કાર મળી રૂ 8,58,300ના મુદ્દામાલ સાથે સુર્યભાણસિંહ રાજેન્દ્રસિંહ ભાટી (રહે.તાલેડી દેવનારાયણ ચોક પાસે તા.ગંગરાર જી.ચિતોડગઢ) અને રઘુનાથસિંહ જોરાવરસિંહ સિસોદિયા (રહે.જાવદગામ તા.સરાડા જી ઉદેપુર)ને ઝડપી લીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો