તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાંચ વર્ષ અગાઉ જોરણાંગના રિક્ષાચાલકને આપેલા રૂ.15 હજાર સામે 20 ટકા લેખે રૂ.એક લાખ જેટલું વ્યાજ વસુલ્યા બાદ પણ ઉઘરાણી કરી માર મારનાર આરોપીને મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે 2 વર્ષની કેદ તેમજ ફરિયાદી અને તેના સાથીને રૂ.2500-2500 વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.
જોરણાંગ કસ્બામાં રહેતા રિક્ષાચાલક જાકીરહુસેન ફકીરમહંમદ નાથુમીયા બેલીમે વર્ષ 2014માં ગામના રબારી મેહુલભાઈ મગનભાઈ પાસેથી રૂ. 15 હજાર 20% વ્યાજથી લીધા હતા અને બે વર્ષ દરમિયાન એક લાખ જેટલી રકમ વ્યાજ પેટે ચૂકવી હતી. તેમ છતાં 4 મે, 2016ના રોજ ગફુરભાઈ રબારીએ જાકીરહુસેનને ફોન કરી બાકીના રૂ.70હજાર સવાર સુધીમાં નહીં ચુકવે તો પગ ભાગી નાખવાની ધમકી આપી હતી અને બીજા દિવસે અંબુભાઈએ જાકીરહુસેનને રૂ.54 હજાર મેવડના રમેશભાઈને આપવા આપેલા તે લઇને તે આંબલિયાસણ શાકમાર્કેટના ઝાંપા બહાર નીકળ્યા જ હતા, ત્યારે બાઇક પર આવેલા મેહુલ મગનભાઇ રબારી અને જયરામ રબારીએ રૂ.70 હજારની ઉઘરાણી કરી માર માર્યો હતો અને ખિસ્સામાંથી 54 હજાર પડાવી લીધા હતા. બાદમાં જાકીરહુસેનને પાણીની ગટરમાં નાખી દીધો હતો. તેને બચાવવા વચ્ચે પડેલા અલાઉદ્દીન સુલેમાનભાઈ કુરેશીને પણ ધોકા વડે માર મારી ફેક્ચર કરી નાખ્યું હતું. આ અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ કેસ મહેસાણાના છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.બી. પટેલ સમક્ષ ચાલતાં સરકારી વકીલ ફિરોઝ વાય. અછવાની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી રબારી મેહુલભાઈ મગનભાઇ ગોવાભાઈ તથા રબારી જયરામ બાબરભાઇને કલમ ૩૨૫, ૩૨૩, જીપી એક્ટની કલમ ૧૩૫ના ગુનામાં કસુરવાર ઠરાવી કુલ બે વર્ષની કેદ તથા દરેકને રૂ.3000 દંડની સજા ફરમાવી હતી. તેમજ કુલ રૂ.6 હજાર દંડની રકમમાંથી ફરિયાદી તથા સાહેદ અલાઉદ્દીનને રૂ.2500-2500 વળતર પેટે આપવાનો હુકમ કર્યો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.