તસ્કરી:મહેસાણા ગોવિંદ-માધવ મંદિરમાં બે ચોરોએ 7 દાનપેટીઓ તોડી ચોરી કરી

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે અઢી વાગે ઘૂસેલા બે ચોરો કૉસથી દાનપેટી તોડતાં CCTVમાં કેદ, 40 હજારની રોકડ ચોરાઇ

મહેસાણા શહેરમાં કૃષ્ણના ઢાળમાં આવેલા પ્રાચીન ગોવિંદ માધવ મંદિરમાં ત્રાટકેલા તસ્કરોએ 7 દાનપેટીઓ તોડી અંદરથી રૂ.35 થી 40 હજારની રોકડ ચોરી ગયા હતા. મંદિર સંચાલકોની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

શહેરના પાંચ લીંમડી વિસ્તારમાં કૃષ્ણના ઢાળમાં આવેલા પ્રાચીન ગોવિંદ- માધવ મંદિરમાં સોમવારે મોડી રાત્રે ત્રાટકેલા 2 તસ્કરોએ મંદિરમાં ઘૂસી અલગ અલગ 7 દાનપેટીઓ તોડી નાખી અંદરથી રોકડ ચોરી ગયા હતા. જ્યારે ઓફિસમાં પડેલી તિજોરી પણ તોડી હતી.

બે ચોરો મોડી રાત્રે અઢી વાગે મંદિરમાં ઘૂસીને દોઢ કલાક સુધી કૉસ વડે દાનપેટીઓ તોડતાં સીસીટીવીમાં નજરે પડે છે. દાનપેટીઓ અને ઓફિસની તિજોરીમાંથી કુલ મળી અંદાજે રૂ.35થી 40 હજારની રોકડ ચોરી ગયા હોવાનું મંદિરના સંચાલકે જણાવ્યું હતું. મંદિર ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...