તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેન્ડર પ્રક્રિયા શરૂ:મહેસાણામાં સિટી બસ દોડાવવા બે ટેન્ડર ખુલ્યા,નીચામાં પ્રતિ કિ.મી રૂ.35.77 ભાવ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિટી બસ દોડાવવા અગાઉના ટેન્ડર કરતાં ભાવ ઊંચકાયા
  • આગામી દિવસોમાં શહેરમાં નવી મીમી સિટીબસ મળવાની આશા પાલિકા આગામી કારોબારીમાં ભાવતાલને આખરી ઓપ આપશે

મહેસાણા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી કાગળીયામાં અટકાવાયેલ સિટીબસ સેવા શરૂ કરવા હવે ભાજપ શાસિત નગરપાલિકાએ નવેસરથી ટેન્ડરીંગ કરીને એજન્સીઓના સુચનો મેળવીને પ્રક્રિયા આગળ વધારી છે.જેમાં બે એજન્સીઓએ રજુ કરેલા ટેન્ડરમાં સૌથી નીચા ભાવ પ્રતિ કિલોમીટર રૂ. 35.77 આવ્યા છે.નીચા ભાવની એજન્સીને કોન્ટ્રાક્ટ મળે તેવી શક્યતાઓ પ્રબળ છે.જોકે હજુ નેગોસીએશનની તક સત્તાધિશો લેશે અને પછી આગામી કારોબારી બેઠકમાં એજન્સી નક્કી કરશે.શહેરમાં આગામી શ્રાવણ માસમાં સીટી બસ સેવા શરૂ કરવા માટે પદાધિકારીઓએ પ્રક્રિયામાં ઝડપથી આગળ વધી રહ્યા છે.

નગરપાલિકામાં બે એજન્સીના ટેન્ડર ખોલવામાં આવ્યા હતા.જેમાં જે.જે.રાવલ એજન્સીએ પ્રતિ કિલોમીટર રૂ. 37.99નો ભાવ ભર્યો છે.જ્યારે ગુરુકૃપા ટ્રાવેલ્સે પ્રતિ કિલોમીટર રૂ. 35.77નો ભાવ ભર્યો છે.શહેરમાં મહિલાઓ અને દિવ્યાંગો માટે ફ્રી સીટી બસ સેવાની સત્તાધિશોએ જાહેરાત કરેલી છે. ત્યારે સીટી બસ ચલાવવા એજન્સીના ભાવ અગાઉ કરતાં ઉચકાયા છે.

નગરપાલિકાએ વર્ષો પહેલા સિટી બસ સેવા શરૂ કરી તે વખતે પ્રતિ કિ.મી કોન્ટ્રાક્ટરને રૂ. 26 મળતા હતા.તેનાથી રૂ. 10 આ વખતના ટેન્ડરમાં ભાવ ઉચકાયા છે.સીસી કેમેરા, એલ.ઇ.ડી ટી.વી સહિતની સુવિધા સાથે નવી મીની 8 સીટીબસ સેવા શરૂ કરવાનું આયોજન છે.હવે આગામી કારોબારી બેઠકમાં સીટી બસ સેવા માટે એજન્સી નક્કી કરવાને આખરી ઓપ અપાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...