ખેરાલુ ખેડૂત આપઘાત કેસ:લેંન્ડ ગ્રેબિંગ અરજી બાબતે ખેડૂતને મરવા મજબૂર કરનાર આરોપીઓની હવે ખૈર નથી, પોલીસની બે ટીમો કામે લાગી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ અગાઉ ઓરડીમાં ફાસો ખાઈ ખેડૂતે આપઘાત કર્યો હતો
  • મૃતક ખેડૂતે બિલ્ડર સામે લેન્ડ ગ્રેબીગની અરજી આપી ફરિયાદ પણ કરી હતી

ખેરાલુ ખાતે રહેતા ખેડૂતે દુકાનના રસ્તાના મામલે બિલ્ડરે છેતરપિંડી કરી માનસિક ત્રાસ આપતા લાગી આવતા આધેડ ખેડૂતએ ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. જેમાં મરતા પહેલા ખેડૂતે લખેલી સ્યુસાઇડ નોટ પોલીસે કબ્જે કરી પોલીસે બિલ્ડર સહિત પાંચ શખ્સ વિરુદ્ધ મરવા મજબૂર કર્યા સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે ફરાર થયેલા પાંચ લોકોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

ખેતરનો રસ્તો બંધ થઈ જતા મજબૂરીમાં બિલ્ડર પાસે 10 લાખમાં દુકાન લીધી
મૃતકના ખેતર નજીક ખેરાલુના બિલ્ડર વીનું મોતી ચૌધરી કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવતા હોવાથી અવરજવર માટેનો રસ્તો બંધ થઈ જતો હોવાથી તેની સામે મૃતકને વાંધો ઉઠાવ્યો હતો. જેથી બિલ્ડર વીનું ચૌધરીએ કોમ્પ્લેક્ષની છેલ્લી દુકાન ખેડૂતને ખરીદો તોજ રસ્તો આપું એમ કહ્યું હતું.

મૃતક ખેડૂતે બિલ્ડર સામે લેન્ડ ગ્રેબીગની અરજી આપી ફરિયાદ પણ કરી હતી​​​​​​​
મૃતકે બિલ્ડર પાસેથી ખેતરનો રસ્તો કાઢવા માટે એક દુકાન 10 લાખમાં લીધી હતી. જેના રોકડા 5 લાખ બિલ્ડરને આપી દીધા હતા અને બાકીના પાંચ લાખ રૂપિયા આપવાનો કરાર કર્યો હતો. દરમિયાન દુકાન પાસેની જગ્યા માર્જિનની હોવાનું ધ્યાનમાં આવતા મૃતક કિરણભાઈ ચૌધરીએ બિલ્ડરને ચૂકવેલા 5 લાખની રકમ પાછી માંગી હતી. જે રકમ પરત નહિ આપતા મૃતકે અગાઉ કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજી આપી હતી. જે અરજી પાછી ખેંચવા માટે અવારનવાર હેરાન પરેશાન થતા માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરતા આખરે ખેડૂતે આપઘાત કરી લીધો હતો.​​​​​​​

આરોપીને ઝડપવા 2 ટિમો બનાવી તપાસ શરૂ
તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃતકના ભાઈ જસુભાઈ ચૌધરીએ પોલીસને આપેલી મરનાર કિરણભાઈ ચૌધરીની લખેલી સુસાઇડ નોટના આધારે પોલીસે ચૌધરી મોતી દલજીભાઈ, ચૌધરી નરસિંહ મોતીભાઈ, ચૌધરી વીનું મોતીભાઈ, ચૌધરી મેહુલ નરસિહભાઈ, ચૌધરી કેવલ નરસિંહભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલમાં આરોપીને ઝડપવા 2 ટિમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...