પ્રેમી માટે માવતર છોડ્યા:વિસનગર અને ખેરાલુની બે સગીરા ઘર છોડી પ્રેમી સાથે ફરાર, પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને સગીરાઓને લગ્નની લાલચ આપી યુવકો ભગાડી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

મહેસાણાના વિસનગર અને ખેરાલુની બે સગીરા પોતાનું ઘર છોડી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પરિવારજનોએ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કેટલાક તત્વો સગીરાને પ્રેમ જાળમાં લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જિલ્લામાં વધુ આવી બે ઘટનાઓ સામે આવી છે. વિસનગર તાલુકા અને ખેરાલુ તાલુકામાંથી બે સગીરાઓ પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. જેથી બંને સગીરાના પરિવારજનોએ પ્રેમીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

વિસનગર તાલુકાના ઉદલપુર ગામની એક સગીરાને ગાંધીનગરના માણસા તાલુકાના સમોઉ ગામનો યુવાન લગ્નની લાલચ આપી ખેરાલુથી ભગાડી ગયો છે. જેથી સગીરાના પરિવારજનોએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં યુવક વિરૂદ્ધ કલમ 363, 366 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાત ખેરાલુના એક ગામની સગીરાને સુઢીયા ગામનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી જતા સગીરાના પિતાએ ખેરાલુ પોલીસ મથકે યુવક વિરૂદ્ધ આઇપીસી કલમ 363 અને 366 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...