તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોટપ પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ખેપિયા ઝડપાયા

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને અડાલજ ખાતે પહોંચાડવાનો હતો
  • એલસીબીએ રૂ. 1.14 લાખના દારૂ સાથે રૂ. 8.29 લાખનો મુદ્દામાલ કબજે લીધો

મોટપ પાસે રૂ. 1.14 લાખની કિંમતનો દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાનના બે ખેપિયાને એલસીબીએ ઝડપી લીધા છે. એલસીબી પીઆઈ એ.એમ.વાળા, પીએસઆઈ એ.કે.વાઘેલા તેમજ સ્ટાફના માણસોએ બાતમીના આધારે મોટપ પાસે વોચ ગોઠવી જીજે-01 આરએમ-5508 નંબરની ક્રેટા ગાડીને ઉભી રાખીે ચેક કરતાં તેમાંથી રૂપિયા 1,14,485 ની કિંમતની 1205 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે કારમાં રહેલા રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ કરતા દારૂના જથ્થા સાથે અન્ય 3 નંબર પ્લેટ અને આરસી બુક મળી આવી હતી. તપાસ દરમિયાન ક્રેટા ગાડીનો સાચો નંબર જીજે-03 એચઆર-1386 હોવાનુ જણાવ્યુ હતુ. વિદેશી દારૂનો જથ્થો અડાલજ આપવાનો હોઈ પાંચ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી કાર, મોબાઈલ સહિત રૂ. 8,29,935નો મુદ્દામાલ કબજે લીધો હતો.

ઝડપાયેલા શખ્સો
1.બજરંગ જગદીશ બિશ્નોઈ રહે.સલુન્ડીયા, તા.નોખા, જિ.બિકાનેર
2.મુકેશકુમાર દેવારામ જાટ રહે.પીપરાલી, તા.ગુડામનાલી, જિ.બાડમેર

વોન્ટેડ શખ્સો
1.આશુ ઉર્ફે આશુમલ રમેશચંદ્ર અગ્રવાલ રહે.આબુરોડ, રાજસ્થાન
2.દારૂનો જથ્થો આબુરોડથી આપનાર
3.અડાલજ મુકામે દારૂ લેવા આવનાર

અન્ય સમાચારો પણ છે...