કોરોના અપડેટ:મહેસાણામાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા, તંત્રએ એક જ બતાવ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડીમાં નોંધાયેલો કેસ જાહેર ના કરાયો

મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાએ માથું ઊંચક્યું છે. ત્યારે જિલ્લામાં દિવસેને દિવસે એક એક કેસ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં આજે મહેસાણા અને કડીમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણા શહેર માં આવેલ પિલજીગંજ માં 32 વર્ષીય મહિલા ને કોરોના પોઝિટિવ આવ્યો હતો જે હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

કડી માં નોંધાયેલ કેસ જિલ્લા આરોગ્ય ખાતા એ જાહેર ના કર્યો!!કડી તાલુકા હેલ્થ ઓફિસ માંથી મળતી માહિતી પ્રમાણે નાની કડી રોડ પર આવેલા બલાપીર ચોકડી વિસ્તારમાં 40 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે આ યુવાન યુગાન્ડાથી કડી આવ્યો હતો અને કડી થી યુગાન્ડા જવાનું હોવાથી તેણે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે હાલ માં માત્ર એક મકાન કન્ટેઈનમેન્ટમાં મુકવામા આવ્યું છે. તેમજ યુવાનના પરિવારમાં છ જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા યુવાનના પરિવારના લોકોના કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...