બરતરફ:વિજાપુર આંગડિયા લૂંટમાં પકડાયેલા બે પોલીસકર્મીને નોકરીમાંથી પાણિચું અપાયું

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિસનગર Dyspકચેરીમાં ફરજ બજાવતા બંનેએ ઓફ ડ્યુટીમાં લૂંટ કરી

વિજાપુરના ફતેપુરા-કોલવડા રોડ પર વર્ષ 2019માં આંગડિયા કર્મચારી પાસેથી રૂ.30.10 લાખના લૂંટ કેસમાં સંડોવાયેલા 2 પોલીસ કર્મચારીઓને ખાતાકીય તપાસ બાદ એસપીએ બરતરફ કરવાનો આદેશ કર્યો છે. અજીતસિંહ ચંદુજી અને નિકુલભાઈ નાથાલાલ નામના બંને કર્મચારીઓએ વિસનગર ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા સમયે ઓફ લાઈન ડ્યૂટીમાં લૂંટને અંજામ આપ્યો હતો.

વિજાપુર તાલુકાના કોલવડાના વતની અને અમદાવાદની રાજેશ મગન આંગડિયા પેઢીમાં નોકરી કરતા રસિક વિઠ્ઠલભાઈ પટેલ બાઈક ઉપર પેઢીનાં નાણાં લઈને જતા હતા, ત્યારે કારમાં આવેલા શખ્સોએ નીચે પાડી માર મારી નાણાં ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ કેસનો ભેદ ઉકેલી એલસીબીએ 2 પોલીસકર્મી સાથે 7 શખ્સોની ધરપકડ કરી હતી.

જેમાં વિસનગર ડીવાયએસપી કચેરીના ડ્રાઈવર અજીતસિંહ ચંદુજી અને કમાન્ડો નિકુલભાઈ નાથાલાલની સંડોવણી ખૂલતાં જે-તે સમયે બંને પોલીસીને ફરજ મોકૂફ કરી ખાતાકીય તપાસના આદેશ કરાયા હતા. ખાતાકીય તપાસમાં બંને પોલીસ કર્મચારીઓની સંડોવણી સાબિત થતાં એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, બંને પોલીસ કર્મીઓએ ઓફ લાઈન ડ્યૂટીમાં લૂંટને અંજામ આપ્યા બાદ ફરજ ઉપર આવી ઘટનાની તપાસના સમયે ડીવાયએસપી સાથે ઘટના સ્થળે પણ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...