તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નાઈટ ડ્યૂટીમાં ગેરહાજર બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલનું મધરાતે ઓચિંતું ચેકિંગ
  • મહેસાણા એ-બી ડિવિજનના કર્મચારી સામે કાર્યવાહી

મહેસાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ નાઈટ ડ્યૂટીમાં હાજર છે કે કેમ તે અંગે એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે તાજેતરમાં કરેલી ઓચિંતી મુલાકાતમાં એ અને બી ડિવિઝનના એક-એક કર્મચારી નાઈટ ડ્યૂટીમાં ગેરહાજર જણાતાં બંનેને સસ્પેન્ડ કરાતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. એ ડિવિઝનમાં હેડ ક્વાર્ટરમાંથી મૂકાયેલાં દામિનીબેન અને બી ડિવિઝનમાં વિપુલભાઈ નામના પોલીસ કર્મી ગેરહાજર જણાતાં બંને કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા.

છેલ્લા 15 દિવસમાં 9 પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી
જિલ્લામાં ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી બદલ છેલ્લા 15 દિવસમાં 9 પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરાઇ છે. વિજાપુર પોલીસ સ્ટેશનમાં 4, બહુચરાજીમાં 2, લાંઘણજ, મહેસાણા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1-1 મળી કુલ 9 કર્મચારી સામે કાર્યવાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...