IPL પર સટ્ટો:મહેસાણાના બલોલ ગામ નજીક ફેક્ટરીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા, 7 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સો ફેકટરીની ઓફિસમાં બેસીને રમતા હતા સટ્ટો
  • સટ્ટો રમતા 7 ગ્રાહકોને ઝડપતા કવાયત શરૂ
  • રૂ.1.90 લાખ રોકડ, કાર, 8 મોબાઇલ, લેપટોપ, આઇપેડ વગેરે કબજે લીધું

હાલમાં ચાલી રહેલી IPL મેચ પર બુકીઓ સક્રિય બન્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાં હાલમાં અનેક સ્થળે ક્રિકેટ સટ્ટા બેટિંગ કરતા જુગારી પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. ત્યારે વધુ બે જુગારીને મહેસાણા એલસીબી ટીમે બલોલ ખાતેથી ઝડપયા છે. તેમજ કાર્યવાહી દરમિયાન 7 લાખથી વધુનો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ આદરી છે.

મહેસાણા તાલુકામાં આવેલા બલોલ ગામે અંબાજી મંદિર સામે આવેલા પટેલ યકીનકુમારના કબ્જા ભોગવટની ખોડિયાર નામની પી.વી.સી પાઈપની ફેકટરીમાં ઓફિસમાં બેસી કેટલાક ઈસમો IPL મેચ પર ફોનમાં એપ્લિકેશનની મદદથી સટ્ટા બેટિંગ રમી રહ્યા હતા. એ દરમિયાન મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો ક્યાં ક્રિકેટ પર સટ્ટો રમતા રશમીન માધુભાઈ પટેલ અને યકીન નારણભાઈ પટેલને સટ્ટો રમતા દબોચી લીધા હતા. ઓનલાઈન સટ્ટો રમતા ગ્રાહકો ધર્મેન્દ્ર માધુભાઈ પટેલ, આણદ ડીસાના કોડવર્ડ નામથી ઓળખાતો ઈસમ, પ્રકાસ પટેલ, વિપુલ પટેલ, તથા એક અજાણ્યા ગ્રાહકને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

રેડ દરમિયાન મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1 લાખ 90 હજાર 300 રોકડા, એક ગાડી, લેપટોપ ,આઇપેડ ,8 મોબાઈલ સહિત કુલ 7 લાખ 600નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...