ક્રાઈમ:રૂ.7.85 લાખની ઓનલાઇન ઠગાઇમાં MPના બે ઝડપાયા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કડીના નિવૃત આર્મીમેન છેતરપિંડી કેસનો ભેદ ઉકેલાયો
  • મોબાઇલ લોકેશન આધારે એસઓજી, સાયબર સેલે ગુનાનો ભેદ ઉકેલ્યો

કડીના ઝુલાસણ સ્થિત કંપનીના ડાયરેક્ટર અને ઇન્ડિયન આર્મીના પૂર્વ મેજરના બેંક એકાઉન્ટમાંથી 10 દિવસ પહેલા એનઇએફટીથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી મધ્યપ્રદેશના બે શખ્સોએ રૂ.7.85 લાખ ઉપાડી લીધા હતા. સાયબર ક્રાઇમના આ ગુનાની તપાસ કરતી સાયબર સેલ અને એસઓજી પોલીસે મોબાઇલ લોકેશન આધારે બંને આંતરરાજ્ય ગુનેગારોને દબોચી નાણાં રીકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે.

ઇન્ડિયન આર્મીમાં વર્ષ 2009 સુધી મેજર તરીકે ફરજ બનાવ્યા બાદ કડીના ઝુલાસણ સ્થિત સ્વરાજ સિક્યુટેક પ્રા.લી નામે ફેક્ટરી સ્થાપી આર્ટીકલોનું ઉત્પાદન કરી ઇન્ડિયન આર્મી તથા ન્યુકિલિયર પાવર સ્ટેશન તથા મોટા મંદિરોમાં આર્ટીક્લો પૂરા પાડતાં અમીતાવા અરૂણોદય મિત્રાના અમદાવાદ સ્થિત બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ.7.85 લાખનું બે શખ્સો એનઇએફટીથી ઓનલાઇન આઇસીઆઇસીઆઇ બેંકના બે ખાતામાં ટ્રાન્ઝેક્શન કરી ઉપાડી લીધા હતા. જે અંગે તેમણે ગત 19મીએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના મેહગાંવના પ્રતાપપુરા ગામના અજીતસિંગ કરણસિંગ અને નુન્હાર ગામના જયપ્રકાશ રામનરેશસિંહ નરવરીયાની સંડોવણી ખુલી હતી.

આ મામલે જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ એસઓજી પીઆઇ બી.એમ. પટેલ અને સાયબર સેલ પીએસઆઇ એન.પી. સોલંકીએ તપાસ હાથ ધરી હતી. જેમાં બંને શખ્સોના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ મેળવી, ટેકનિકલ સર્વેલન્સ અને તેમના મોબાઇલ લોકેશન આધારે બંને શખ્સોને દબોચી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...